
દક્ષિણ ગુજરાતના પવિત્ર યાત્રાધામ ઉનાઈમાં બસ સ્ટેન્ડ તેમજ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનનો અભાવ
વાત્સલ્યમ્ સમચાર
પ્રિતેશ પટેલ વાંસદા
ઉનાઈ પંથકના 22 ગામોની રક્ષા કરતા પોલીસકર્મીઓ માટે પોલીસ આઉટ પોસ્ટ ચોકી બનાવવામાં તંત્ર નિષ્ફળ ધર્મશાળા બાદ પોલીસ ક્વાર્ટરમાં ચલાવતું આઉટ પોસ્ટ
બસસ્ટેન્ડના અભાવે સ્થાનિક મુસાફરો પ્રવાસીઓ તેમજ વિધાર્થીઓને પડતી મુશ્કેલી
વિકાસની વાતો વચ્ચે દક્ષિણ ગુજરાતના પવિત્ર યાત્રાધામ ઉનાઈ ખાતે વિકાસ અદ્રશ્ય
ઉનાઈ : દક્ષિણ ગુજરાતના પવિત્ર યાત્રાધામ ઉનાઈમાં સરકાર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોય એવું પ્રતીત થઈ રહ્યું છે વર્ષોથી ઉનાઈ ગામમાં મુખ્ય સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે ઉનાઈ ગામમાં સીતાજીના રૂપમાં બિરાજમાંન શ્રી ઉનાઇમાતાજીનું ભવ્ય મંદિર આવેલ છે જ્યાં રોજબરોજ હજારો શ્રધ્ધાળુ દર્શનાર્થે આવતા હોય છે જેથી ઉનાઈનો વિકાસ કરી પ્રવાસનધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે પરંતુ ઉનાઈ ગામની વિકાસ બાબતે પરિસ્થિતિ કઈ અલગ જ જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ હોવા છતાં અહીં વર્ષોથી બસસ્ટેન્ડ તેમજ આઉટ પોસ્ટ પોલીસ ચોકીનો આભાવ જોવા મળી રહ્યો છે જેને કારણે અનેક સમસ્યા સર્જાઈ રહી છે ઉનાઈમાતાજીના દર્શનાર્થે દૂર દૂર થી ભાવિક ભક્તો બસ મારફતે મુસાફરી કરીને આવતા હોય છે ઉનાઈમાં બસ સ્ટેન્ડના અભાવે બસ ચાલકો અમુક નિર્ધારિત સ્ટોપ પર બસ ઉભી રાખી પેસેન્જર ઉતારી દેતા હોય છે તેમજ બહાર થી આવતા મુસાફરોને જતા સમયે બસનો સ્ટોપ ક્યાં છે એની ખબર ન હોવાને કારણે ઘણીવાર બસ ચુકી જતા હોય છે મુસાફરો અને વિદ્યાર્થીઓએ રેલવે સ્ટેશન સામે આવેલી દુકાનોના ઓટલા પર બેસી બસોની રાહ જોવી પડતી હોય છે રેલવે સ્ટેશનની સામેથી વાપી-શમળાજી હાઈવે પસાર થાય છે આ હાઈવે 24 કલાક ધમધમતો હાઈવે છે જેથી બસો હાઈવે પર ઉભી રહતી હોય છે પેસેન્જરોએ હાઈવે પર ઉભી રહેતી બસોમાં જીવન જોખમે બેસવાનો વારો આવતો હોય છે જેથી અકસ્માતો થવાની ભીતિ શેકાઈ રહી છે તેમજ ઉનાઈ પંથકના 22 ગામોની તેમજ ઉનાઈ મંદિરની રક્ષા કરતા પોલીસ કર્મીઓ માટે વર્ષોથી ઉનાઈ આઉટ પોસ્ટ બનાવવામાં તંત્ર વામળું પુરવાર થઇ રહ્યું છે ઉનાઈમાં વાપી-શમળાજી હાઇવેને અડીને આવેલી વર્ષો જૂની આઉટ પોસ્ટ જર્જરિત હાલતમાં હતી જેનું મકાન વર્ષો પહેલા તોડી પડ્યા બાદ સામે આવેલી જર્જરિત ધર્મશાળામાં પોલીસ આઉટ પોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી જ્યાં માત્ર એક રૂમમાં આઉટ પોસ્ટનું કામકાજ કરવામાં આવતું હતું પરંતુ ચોમાસા દરમિયાન જર્જરિત ધર્મશાળની છતમાંથી પોપડા કરતા પાણી ટપકવાને કારણે પોલીસકર્મીઓને મુશ્કેલી વેઠવી પડતી હતી જેથી એ સમયના જમાદાર દ્વારા પોલીસ આઉટ પોસ્ટ મંદિરના ગેટ પાસે આવેલા પોલીસ ક્વાર્ટરમાં પોતાના સ્વખર્ચે રંગરોગાન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ મુશ્કેલીનો અંત ન આવ્યો હોય તેમ પોલીસ ક્વાર્ટર મંદિરના મેંન રસ્તા આવેલા હોય જેથી ટ્રાફિક સમસ્યા ઉભી થવા પામી હતી બાદમાં ચોમાસુ આવતા કાર્યરત કરાયેલી આઉટ પોસ્ટમાં પાણી ટપકવા સમસ્યા શરૂ થઈ જેથી પોલીસકર્મીઓની સમસ્યાનો અંત આવતો જોવા મળ્યો ન હતો બાદમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આઉટ પોસ્ટ બનાવવા માટે થોડો રસ દાખવ્યો હતો જેને લઈ ઉનાઈ ગ્રામ પંચાયત અને ખંભાલિયાની ગ્રામપંચાયતોના સરપંચો સાથે મિટિંગ પણ યોજી છતાં આઉટ પોસ્ટ બનાવવાની વાત માત્ર વાત પૂરતી સીમિત રહી હતી જેથી ઉનાઈ ગામે બસસ્ટેન્ડ અને પોલીસ આઉટ પોસ્ટ બનાવવામાં તંત્ર રસદાખવી પ્રજાજનો અને પોલીસકર્મીઓને પડતી સમસ્યાનો અંત લાવવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે
બોક્ષ: વાંસદામાં ત્રણ PSI તેમજ એક PI બદલાય પરંતુ આઉટ પોસ્ટ પોલીસ ચોકીની સમસ્યા યથાવત દરેક પીએસઆઇએ આ બાબતે રસ દાખવ્યો પરંતુ નિરાકરણ ન થયું તેમજ અગાઉ નવસારી જિલ્લા DySP દ્વારા ખંભાલિયા તેમજ ઉનાઈ ગ્રામપંચાયતના સરપંચો સાથે આ બાબતે ચર્ચા પણ કરી હતી તેમજ જગ્યાઓ પણ જોવામાં આવી હતી છતાં સમસ્યા યથાવત જોકે હાલમાં સરકાર દ્વારા અનેક પોલીસ સ્ટેશનો અને અવાસોનું નિર્માણ કરવામાં આવ્યું તો પવિત્ર યાત્રાધામ ઉનાઈ ખાતે આઉટ પોસ્ટ પોલીસ ચોકી બનાવવામાં તંત્ર દ્વારા આ બાબતે રસ દાખવવામાં કેમ નથી આવી રહ્યો
બોક્ષ: પ્રવાસન નિગમ દ્વારા મંદિરના ગેટ પાસે પર્કિંગની બાજુમાં એસટી નિગમને એસટી સ્ટેન્ડ ફાળવવામાં આવ્યું હતું જોકે એસટી વિભાગની ઘોર બેદરકારીને કારણે તેમજ વપરાશના અભાવે એસટી સ્ટેન્ડ જર્જરિત થઈ જવા પામ્યું હતું તેમજ એસટી સ્ટેન્ડની સામે અનેક લારીઓ અને દુકાનો ઉભી કરી દેવાતા બસ સ્ટેન્ડનું નામ નિશાન નથી જોવા મળી રહ્યું જોકે ઉનાઈમાતાજીમાં અહીંના આદિવાસી સમાજ ખૂબ આસ્થા ધરાવે છે જેથી અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે બસ સ્ટેન્ડના અભાવે અનેક શ્રદ્ધાળુઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે
બોક્ષ: વર્ષોથી ઉનાઈ ખાતે બસ સ્ટેન્ડની સુવિધા નથી ઉનાઈ મંદિરે આવતા પ્રવાસીઓ આ બાબતે અનેકવાર પોતાની હયાવરાળ ઠાલવી જતા હોય છે બસસ્ટેન્ડની અસવિધાને કારણે મુસાફરોને સ્થાનિક દુકાનદારોને ઓટલા પર બેસવાનો વારો આવે છે તેમજ મુખ્ય રસ્તા પર બસ ઉભી રહેવાને કારણે અકસ્માતો થવાનો ભય પણ છે તેમજ ગામમાં આઉટ પોસ્ટ પોલીસ ચોકીની પણ સુવિધા નથી જે નાછૂટકે પોલીસ ક્વાર્ટરમાં ચલાવી રહ્યા છે પોલીસ કર્મીઓ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય એવી પરિસ્થિતિમાં સામાન્ય માણસની સુ હાલત થાય વિકાસની માત્ર વાતો છે – કિશોરભાઈ ભંડારી સ્થાનિક દુકાનદાર ઉનાઈ મંદિર
બોક્ષ: ઉનાઈ આઉટ પોસ્ટ પોલીસ ચોકી માટે પોલીસ તંત્ર દ્વારા ઉનાઈ ગ્રામપંચાયતમાં આગાઉ જગ્યા માટે રજુવાત કરવામાં આવી હતી જેમાં જગ્યા બતાવવામાં આવી હતી પરંતુ ત્યાં પોલીસ ચોકીનું યોગ્ય નિર્માણ થાય એવું ન હોય.જોકે હાલમાં ઉનાઈ ગ્રામ પંચાયત પાસે ઉનાઈ આઉટ પોસ્ટને લગતી ગામતળની ખુલ્લી જગ્યા નથી પરંતુ આ બાબત અમારા ધ્યાન પર છે યોગ્ય જગ્યા હશે તો પોલીસ આઉટ પોસ્ટને જગ્યા ફાળવી આપવામાં આવશે- ધવલભાઈ ઢીમ્મર ડેપ્યુટી સરપંચ ઉનાઈ
બોક્ષ: ઉનાઇમાતાજીમાં ખુબજ આસ્થા ધરાવીએ છીએ જેથી ઘણીવાર સમય મળતા રવિવારની રજામાં ઉનાઈ મંદિરે દર્શન કરવા સુરત થી ઉનાઈ બસમાં મુસાફરી કરી આવીએ છીએ પરંતુ ઉનાઈમાં બસ સ્ટોપ ન હોવાના કારણે જતી વખતે દુકાનોના ઓટલાઓ પર બેસી બસની રાહ જોવી પડતી હોય છે આટલું મોટું પવિત્ર યાત્રાધામ હોવા છતાં અહીં બસ સ્ટેન્ડની સુવિધા નથી જે વિકાસની વ્યાખ્યાને ખોટી પુરવાર કરી રહ્યું છે – અરવિંદભાઈ પટેલ ભાવિક ભક્ત સુરત






