DAHOD

ઝાલોદ તાલુકાના ગુલતોરાના ડામોર મૈત્રીબેન ગોવિંદભાઈનું ડોકટર બનવાનું સપનું સાકાર થશે

તા.૧૩.૦૭.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

ઝાલોદ તાલુકાના ગુલતોરાના ડામોર મૈત્રીબેન ગોવિંદભાઈનું ડોકટર બનવાનું સપનું સાકાર થશે

દાહોદ બુધવાર, આદિજાતિઓના ઉત્થાન માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે દાહોદ જિલ્લાના

આદિજાતિ વિસ્તાર ધરાવતા ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામના ડામોર મૈત્રીબેન ગોવિંદભાઈ બાળપણથી જ દર્દીઓને જોઈને લાગણીશીલ મૈત્રીબેનને સેવા કરવાની પ્રેરણા મળી અને તેમને ડોકટર બનાવાનું સપનું જોયુ આજે એમનું સપનું સાકાર થઈ રહ્યું છે.

ગુલતોરાના મૈત્રીબેનને ભારત સરકારની પોસ્ટ..મેટ્રિક શિષ્યવૃતિ વન બંધુ કલ્યાણ યોજના હેઠળ

રૂ ૭.૬૫ લાખની અભ્યાસ અર્થે સહાય મળી છે. તેઓ ઝાયડસ મેડીકલ કોલેજ દાહોદમાં એમ.બી.બી.એસ. ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.

એમ.બી.બી.એસમાં અભ્યાસ કરતી મૈત્રી બેન જણાવે છે કે ભારત સરકારની ફી..શીપ કાર્ડની યોજનાને કારણે તેઓ ચિંતા મુક્ત થઈ છું ખાનગી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરી રહી છું. જે અંતર્ગત મારી સંપૂર્ણ ટ્યુશન ફી માફ થઈ છે. આ યોજનાથી મારું ડોકટર બનવાનું સ્વપ્ન સાકાર થશે. આ ફ્રી..શિપ કાર્ડ સમગ્ર અભ્યાસ દરમિયાન મળશે જેથી ફ્રી..શીપ કાર્ડ યોજના મારા માટે અને અન્ય અભ્યાસ કરવા માંગતા વિધાર્થીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે

[wptube id="1252022"]
Back to top button