
૨ નવેમ્બર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

રાજકોટ જિલ્લા ના જામકંડોરણા તાલુકાના ઈન્ચાર્જ આઇ. સી.ડી.એસ. ઘટક સન્માનિત બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા સરકારી નિયમ અનુસાર ક્યારેય કચેરી હાજર રહેતા નથી સવારે મોડા આવે છે અને સાંજે વહેલા ફરજ પર થી જામકંડોરણા થી રાજકોટ ચાલ્યા જાય છે.
ફરજ ના સરકારી સમય સમય મુજબ સવારે ૧૦:૧૦ pm થી ૬:૧૦ am સુધી કચેરી ખાતે હજાર રહેવાનું હોય છે પણ જામકંડોરણા તાલુકા ઈન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા નિયમો નુ કરીને દરરોજ નિયમો ઉલ્લંઘન કરી પોતાના સમયે ફરજ બજાવે છે.
હાલ રાજકોટ જિલ્લા મા કુપોષણ નિવારણ માટે મિશન ચાલતું હોવા છતા જામકંડોરણા તાલુકાના ઈન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી ને નિયમો લાગુ પડતા નથી ?
હમણાં થોડાક સમય પહેલા અનીડા ગામે આંગણવાડી ઓ મા આવતા નિઃશુલ્ક પેકેટો ગેરરીતિ બાબતે તંત્ર દ્વારા જામકંડોરણા તાલુકાના ઈન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી નુ સન્માન કરવામાં આવ્યું હતું સન્માનપત્ર મેળવેલ બાળ વિકાસ યોજના અધિકારી ને સરકારી સમય નો નિયમ લાગુ નહીં પડતો હોય ?
રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તમામ બાળ વિકાસ યોજના અધિકારી ના લાઈવ લોકેશન મંગાવી ને મોનીટરીંગ કરતા હોવા છતા જામકંડોરણા તાલુકાના ઈન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી નું લોકેશન પ્રોગ્રામ ઓફિસર ને નહીં દેખાતું હોય.?
હાલ જામકંડોરણા તાલુકા ઈન્ચાર્જ સી.ડી.પી.ઓ ને આશરે ૧૧/૯/૨૦૨૩ થી ચાર્જ મળેલ છે આશરે ૫૨ દિવસ વીતી ગયા ત્યાર થી આજ દીન સુધી મા ફક્ત આશરે પાંચ વખત જ જામકંડોરણા તાલુકામાં હાજરી આપેલ છે જાણવા મળતી વિગતો મુજબ કે આંગણવાડી ઓ મા મુલાકત નિયમ અનુસાર થયેલ પણ નથી.
રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ના ખાસ ગણાતા આ સી.ડી.પી.ઓ દ્વારા ખુલ્લેઆમ છડેચોક નિયમો ઉલ્લંઘન થાય છે છતા રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કેમ મોંન છે તે મોટો પ્રશ્ન છે?
આ જોતા એવું લાગે છે કે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ફક્ત લોકેશન દેખાવા કરવા માટે મગવતા હશે કે આંખો મા બેનંબરી ચશ્મા પહેરેલા છે કે પછી આ બાળ વિકાસ યોજના અધિકારી આવું ચલાવી લેવાનું છે ?








