DAHOD

રાષ્ટ્રીય મતદાર દિવસ અંતર્ગત દાહોદની નવજીવન સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

તા.25.01.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી

રાષ્ટ્રીય મતદાર દિવસ અંતર્ગત દાહોદની નવજીવન સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય મતદાર દિવસ અંતર્ગત દાહોદની નવજીવન સાયન્સ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં લોકશાહીના સંરક્ષણ માટે નાગરિકોની ભૂમિકા અને મતદાનના મહત્વ વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત નાગરિકોએ મતદાનની પક્રિયામાં અવશ્ય સહભાગી થવાના શપથ લીધા હતા. તેમજ ઉત્તમ કામગીરી કરનારા બીએલઓનું અને નવા મતદારોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં મામલતદાર  મિશ્રા, આચાર્ય શ્રી જે.જી. ખરાડી,સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સંયોજક  બાદલ પંચાલ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button