
31-ઓગષ્ટ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- સારસ્વતમ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણા મધ્યે નવતર રીતે રક્ષાબંધન પર્વની ઊજવણી કરવામાં આવેલ હતી. જેમાં આચાર્ય શ્રી ડૉ વી.એમ.ચૌધરી સાહેબની પ્રેરણાથી શાળામાં રાખડી બનાવવાની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમા આશરે ૧૭ જેટલી વિધાર્થીનીઓએ પોતાની જાતે જ અવનવી રાખડીઓ તૈયાર કરેલ હતી. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિધાર્થીનીઓને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. રાખડી સ્પર્ધાનુ આયોજન ભૂમિબેન વોરા, આશાબેન પટેલ, અલ્પાબેન ગોસ્વામી, કિશનભાઇ પટેલ તેમજ વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમાર દ્વારા કરવામા આવેલ હતુ. ત્યારબાદ તમામ ભાગ લેનાર વિધાર્થીનીઓએ ઇકો ક્લબ ઓફીસર અલ્પેશભાઇ જાની અને એન.એસ.એસ. ઓફીસર રમેશભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ પોતાની સાથે લઈ આવેલ છોડને રક્ષા સૂત્ર બાંધી વૃક્ષ રક્ષા અને પર્યાવરણ રક્ષાનો સંકલ્પ કરેલ હતો. આ પ્રકારના નવતર કાર્યક્રમમાં પર્વની ઉજવણી સાથે વૃક્ષ રક્ષા અને પર્યાવરણ રક્ષાની વિધાર્થી જાગૃતિની થીમને પણ વણી લેવામાં આવેલ હતી. આ રક્ષા પર્વ ઉજવણી સાથે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ માં શાળાની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.