AHAVADANGGUJARAT

સુબીર તાલુકાનાં શીંગાણા ખાતે નેત્ર શિબિર યોજાઈ 260 જેટલા દર્દીઓએ શિબિરનો લાભ લીધો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં શીંગાણા ગામ ખાતે નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં 260 જેટલા દર્દીઓએ આ શિબિરનો લાભ લીધો હતો.શુભમ નેત્રસેવા ટ્રસ્ટ, સીતાપુર દ્વારા શીંગાણાની ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત હાઇસ્કૂલ અને છાત્રાલય નેત્ર શિબિર યોજાઇ હતી. આ નેત્ર શિબિર સ્વ. મહાવીર પ્રસાદ અને સીતાદેવી કાનોડીયા (સુરત) ની પૂણ્યસ્મૃતિમાં ગોપીચંદભાઈ કાનોડીયા અને પરીવારજનો દ્વારા જનસેવા અર્થે યોજવામાં આવી હતી.આ શિબિર ગોપીચંદભાઈ કાનોડીયા,સિદ્ધાર્થભાઈ કાનોડીયા,અરવિંદભાઇ ભટ્ટ, બહાદુરસિંહ ચૌહાણ, શાળાના શિક્ષક પ્રજ્ઞેશભાઈ સિંધવા, જીજ્ઞેશભાઈ ગાંવિત તથા ટ્રસ્ટના પ્રમુખ રોહનકુમાર ચરીવાલાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ શિબિરમાં કુલ 260 જેટલા દર્દીઓની તપાસ થઈ હતી. જેમાં 165 જેટલા શાળાની છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થી ભાઈ-બહેનોની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં 21 મોતીયાના ઓપરેશનવાળા દર્દીઓને નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે.તેમજ 53 જેટલા નિશુલ્ક ચશ્મા અને 12 દર્દીઓને 25 નિશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.તથા 20 જેટલા છાત્રાલયના વિદ્યાર્થીઓને નિશુલ્ક ચશ્મા બનાવી આપી માનવતા મહેકાવી હતી..

[wptube id="1252022"]
Back to top button