
આજ રોજ રાજ્યપાલશ્રીની મુલાકાતને અનુલક્ષી ચાસવડ ખાતે એક દિવસી પૂર્વ અધિક નિવાસી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરીને સમીક્ષા બેઠક યોજી
કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપવામાં આવી
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૭/૦૨/૨૦૨૪
આજ રોજ તા.૨૮ ફેબ્રુઆરી, બુધવારના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રી ભરૂચ જિલ્લાના નેત્રંગ પાસે આવેલા ચાસવડ સ્થિત કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત આશ્રમશાળાની મુલાકાત લેનારા છે. જેને અનુલક્ષીને ચાસવડ ખાતે અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલ દ્નારા સ્થળ મુલાકાત લઈને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
જેમાં અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલએ રાજ્યપાલની કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- પદાધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યા હતા.
કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ અધિક નિવાસી કલેક્ટરે તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, સહિતની વ્યવસ્થાના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી.
આ, પ્રસંગે પ્રાંત અધિકારી જે.એસ.બારીયાએ રાજ્યપાલના કાર્યક્રમ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની વિગતવાર માહિતી આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં પ્રાંત અધિકારી જે.એસ. બારીયા, પોલીસ અધિશ્રક ચીરાગ દેસાઈ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.