મોરબીના નવા બસ સ્ટેન્ડ નુ નવુ બિલ્ડીંગ લોકો માટે કાર્યરત કરવા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

મોરબીના નવા બસ સ્ટેન્ડ નુ નવુ બિલ્ડીંગ લોકો માટે કાર્યરત કરવા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે મોરબી શહેર જીલ્લાની પ્રજાને સુવિધા મળી રહે તે માટે બસ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ નવા બસ સ્ટેશનનું કામ ઘણા સમય થયા પૂર્ણ થઈ જવા પામેલ છે. છતાં આ બસ સ્ટેશન પ્રજાની સુવિધા માટે ખુલ્લુ મૂકવામાં આવેલ નથી. જાણે કોઈ નેતા પાસે નવું બસ સ્ટેશન લોકો માટે ખુલ્લુ મૂકવાનો સમય ના હોય તેવું લોકોને લાગી રહયું છે. અને પ્રજા આવા ધોમધખતા તડકામાં શેકાય રહેલ છે.
તો આ બસ સ્ટેશનને તાત્કાલિક ધોરણે ખુલ્લુ મૂકવાની માંગ કરવામાં આવી છે તેમજ જો તાત્કાલિક બસ સ્ટેન્ડ ખુલ્લું મુકવામાં નહિ આવે તો સાત દિવસ પછી કોંગ્રેસ પ્રજાને સાથે રાખી પ્રજાની સુવિધા માટે બસ સ્ટેન્ડ ખુલ્લું મુકશે તેમ જણાવ્યું છે આ સાથે જ આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબીમાં વધી રહેલી ગુન્હાખોરી મામલે વહીવટીતંત્ર સજાગ બની કડક પગલાં ભરે તેવી માંગ કરી રાજ્યના બહુચર્ચિત ડમી કાંડ મામલે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ મુજબ કાર્યવાહી કરવાનું બંધ કરી સાચા કૌભાંડીઓ વિરુદ્ધ પગલાં ભરવા માંગ ઉઠાવી હતી.