
તા. ૦૮. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahid:દાહોદ ના રળીયાતી ગામ તરફ આવેલ ખાન નદીમાં મળે લાશનો ગુનો ગણતરી કલાકમાં ભેદ ઉકેલ્યો દાહોદ એલસીબી પોલીસે
દાહોદ તાલુકાના રળીયાતી ગામ તરફ આવેલ ખાન નદી ના પુલ નીચેથી પાણીમાંથી એક 40 વર્ષીય વ્યક્તિની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી આ મામલે મૃતક વ્યક્તિના સંબંધી દ્વારા દાહોદ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી ત્યારે બનાવની ગંભીરતા ને ધ્યાનમાં લઈ દાહોદ એલસીબી પોલીસની ટીમે તપાસનો ધમધમાટ આરંભ કરતા અત્યાર અને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં હત્યારા દ્વારા પૈસાની લાલચમાં મૃતક વ્યક્તિ સાથે ઝપાઝપી કરી આવેશમાં આવી જઈ માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના મૃતદેહને નદીના પાણીમાં ફેંકી દઈ મૃતક વ્યક્તિ પાસે થી રોકડા રૂપિયા ૧૨૦૦ અંગૂઠી મોબાઈલ ચાર્જર વગેરે લૂંટી નાસી ગયો હોવાનું આરોપીની પૂછપરછમાં પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું.
ગત તારીખ 6 જૂન ના રોજ દાહોદ તાલુકાના આગાવાડા ગામે ફળિયામાં રહેતા 40 વર્ષે લાલાભાઇ છગનભાઈ ભાભોર ની હત્યા કરાયેલ મૃતદેહ દાહોદ તાલુકાના રળીયાતી ગામ તરફ આવેલ ખાણ નદીના પુલ નીચેથી પાણીમાંથી મળી આવી હતી. આ મામલે મૃતક લાલાભાઇ ના કુટુંબિક ભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે બનાવની ગંભીરતા ને ધ્યાનમાં લઇ દાહોદ જિલ્લા પોલીસ વડા ની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસે ગુન્હા પરથી ભેદ ઉકેલવા તેમજ આરોપીને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો જેમાં રળીયાતી સંગમ ચોકડીની બાજુમાં પરમેશ્વર ધામ નજીક દાહોદ ખાતે રહેતો ગણેશભાઈ ઉર્ફે સની ઉર્ફે કાળો ઉર્ફે ભોલે તાનસિંગભાઈ શાંતિલાલ ડામોર (વાલ્મિકી) નો ખાણ નદીમાંથી ડેડબોડી મળેલ તેના અગાઉના દિવસની રાત્રીના સમયે કોઈ ઈસમ જોડે ઝપાઝપી કરેલ હતી જે પણ મોડી રાતથી ક્યાંક જતો રહેલ છે જે આધારે તેના ઘરે તપાસ કરતા તે હાજર મળી આવ્યો ન હતો અને તેના ઘરના સભ્યોની પૂછપરછ કરતા તેના પરિવારજનો પાસેથી પણ સંતોષકાર જ જવાબ પોલીસને મળ્યો ન હતો જેથી પોલીસને તેની ઉપર પાકી શંકા ગઈ હતી પોલીસે તેનો તાજેતર નો ફોટો તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી તેને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરતા પોલીસે ઉપરોક્ત ઈસમને આજરોજ ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસ મથકે લાવી સઘન કરતાં પૂછપરછ દરમિયાન ગણેશભાઈ ઉર્ફે સની ઉર્ફે કાળો ઉર્ફે ભોલે તાનસિંગભાઈ શાંતિલાલ ડામોર (વાલ્મિકી) પોલીસની પૂછપરછમાં ભાંગી પડ્યો હતો અને તેને જણાવ્યું હતું કે આજથી બે દિવસ પહેલા દાહોદ રેલવે બીકેબીન વિસ્તારમાં લાલાભાઇ છગનભાઈ ભાભોર સાથે પૈસાની લાલચમાં ઝઘડો તકરાર થયો હતો અને છપાછપી દરમિયાન ગણેશભાઈ ઉર્ફે સનીએ આવાસમાં આવી નજીકમાંથી પથ્થર થી લાલાભાઇ ના માથાના ભાગે મારી દીધો હતો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્યારબાદ તેની પાસેથી રોકડા રૂપિયા 1200, વીંટી, મોબાઈલ ચાર્જર તેમજ પટ્ટો કાઢી લઈ નજીકમાં આવેલ ખાણ નદીમાં પાણીમાં લાલાભાઇના મૃતદેહ ને ફેંકી દઈ નાસી ગયો હતો.
આમ પોલીસ સમક્ષ તેની કબુલાત બાદ પોલીસે તેની પાસેથી લાલાભાઇ પાસેથી લૂટેલ નાણા પૈકી 700 રૂપિયા રોકડા, ધાતુની વીંટી, એક મોબાઈલ ફોન, દાહોદ થી ઉજ્જૈન ની રેલવે ટીકીટ તેમજ પટ્ટો કબજે કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
*રિપોર્ટર. અજય. સાંસી*