Himatnagar : સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં હિંમતનગર તાલુકાના કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાયો.


સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં હિંમતનગર તાલુકાના કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાયો.
સાબરકાંઠા સાંસદ શ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે હિંમતનગર તાલુકા કક્ષાનો કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ ધિરાણ કેમ્પમાં કુલ ૧૧૦ થી વધુ મહિલાઓ હાજર રહી હતી. ધિરાણ કેમ્પના દિવસે કુલ ૨૨ સ્વસહાય જુથોને ૫૬.૦૦ લાખનું ધિરાણ આપવામાં આવ્યું.આ ઉપરાંત તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરેલ બેંક મેનેજર શ્રી, બેંક સખી અને બી સી સખી નું સન્માન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં હિંમતનગર તાલુકામાં કુલ ૨૮૯ જુથોને ૪૯૭.૨૦ લાખનું ધિરાણ આપવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા,ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલા, તાલુકા પ્રમુખશ્રી હિંમતનગર, કલેકટર શ્રી નૈમેષ દેવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા,.આર.ડી.એ. નિયામકશ્રી પાટીદાર, તાલુકા વિકાસ અધિકારી હિંમતનગર, મહિલા અગ્રણી સુશ્રી કૌશલ્યા કુવરબા, સખી મંડળની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
જયંતિ પરમાર સાબરકાંઠા








