
તા.૦૬.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લા દ્વારા લોકસભાની ચૂંટણીમાં પત્રકારોને અન્યાય લઈને જિલ્લા કલેકટરને આજરોજ આવેદનપત્ર
આપ્યું
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દાહોદ જિલ્લા દ્વારા લોકસભાની ચૂંટણીમાં સાથે થયેલા અન્યાયને લઈને દાહોદ જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું લોકસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે તેમજ મતગણતરીના દિવસે અપાતા એન્ટ્રી પાસ બાબતે આ વખતે તંત્ર દ્વારા youtube ચેનલ ના પત્રકારોને રિપોર્ટરો સાથે અન્યાયના લીધે પત્રકારોમાં જે રોશની લાગણી પ્રસરી જવા પામી છે તેમજ તંત્ર પ્રત્યે એક ધિક્કારની લાગણી પ્રસરી જવા પામી છે જેને લઈને આજરોજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા નિવાસી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ હાલના તબક્કે નાનાપત્રકારોને સરકારી તથા રાજકીય કાર્યક્રમનું તમામ કવરેજ કરીને તમામ વિસ્તારમાં પ્રસારણ કરીએ છીએ ને ચાલુ વર્ષ દરમિયાન યોજાવા જઈ રહેલ છે ત્યારે લોકસભા ની ચૂંટણી ના તંત્ર દ્વારા સાંજ સુધીમાં પાસ ઇસ્યુ કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો સરકારી તંત્રનો તેમજ શાસક પક્ષ નો બહિષ્કાર કરવામાં આવશે સરકારી તંત્ર શાસક પક્ષ ના તમામે તમામ કાર્યક્રમને કવરેજ નહીં કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ અંગે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ પ્રિતેશભાઈ પંચાલ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજાવવા જઈ રહેલ લોકસભાની ચૂંટણીમાં તંત્ર દ્વારા કોના ઇશારે નાના પત્રકારોને ચૂંટણી કવરેજ પાસ ઈસ્યુ કરવામાં નથી આવ્યા જો એક પત્રકારના કારણે જો તમામ પત્રકારોને સજા કરવામાં આવે તો કેટલા અંશે યોગ્ય ગણાય તો સથવારે જો આજ સાંજ સુધીમાં પાસ ઇશ્યૂ કરવામાં નથી આવ્યા તો હવે પછી શાસક પક્ષ સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવશે









