DAHODGUJARAT

દાહોદ 181 અભયમની ટીમ એ માનસિક અસ્વસ્થ વૃદ્ધ મહિલા ને પરિવારનો મેળાપ ન થતા . સેવા આશ્રમ ઘરડાઘર- સરગવા મહુડી ખાતે આશ્રય અપાવેલ

તા.૦૧.૧૨.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ 181 અભયમની ટીમ એ માનસિક અસ્વસ્થ વૃદ્ધ મહિલા ને પરિવારનો મેળાપ ન થતા . સેવા આશ્રમ ઘરડાઘર- સરગવા મહુડી ખાતે આશ્રય અપાવેલ

181 અભયમ ટીમ ને થોડા દિવસ પહેલા એક જાગૃત વ્યક્તિનો કોલ આવતા એક વૃદ્ધ અસ્વસ્થ મહિલા એકલા રસ્તે જોવા મળેલ છે તેવું જણાવેલ આથી 181 અભયમ મહિલા ની મદદે પહોંચી. મહિલાને પૂછપરછ કરતા અને જોતા તેઓ માનસિક સંતુલન ખોઈ બેસેલ છે તેવું જાણવા મળ્યું. મહિલાના પરિવારની શોધખોર કરેલ .પણ ન મળતા મહિલાને સખીવન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે આશ્રય અપાવેલ .સંસ્થાના નિયમો મુજબ મહિલાને ત્યાં પાંચ દિવસ આશ્રય આપેલ. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પણ મહિલાના પરિવારની શોધખોળ શરૂ રાખેલ .પણ મહિલાના પરિવાર કોણ છે તે જણાય ના આવતા.વૃદ્ધ મહિલા ને લાંબા ગાળાના આશ્રયની જરૂર હોવાથી સખી વન સ્ટોપ સેન્ટર અને 181 અભયમ ટીમ દાહોદ એ વૃદ્ધ મહિલા ને જીલ્લો : મહીસાગર તાલુકો :લુણાવાડા ગામ : સરગવા મહુડીમાં આવેલ સેવાશ્રમ ઘરડાગર માં વૃદ્ધ મહિલા ને આશ્રય અપાવેલ. ઉપરોક્ત ફોટામાં બતાવેલ વૃદ્ધ મહિલા ના પરિવારની કોઈ પણ વ્યક્તિને જાણ થાય તો એક જાગૃત વ્યક્તિ તરીકે વૃદ્ધ મહિલા ને પરિવાર સુધી પહોંચાડવા મદદ સ્વરૂપે 181 ટોલ ફ્રી નંબર અભયમ પર કોલ કરવા વિનંતી

[wptube id="1252022"]
Back to top button