
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અવિરતપણે ચાલી રહ્યું છે. જેને નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ નવસારીમાં સતત વેગ મળી રહ્યો છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ‘સાંસદ દિશા દર્શન’ અંતર્ગત “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” કેમ્પેઈન હેઠળ સ્વચ્છતા અભિયાન કાર્યરત છે . આ કેમ્પેઈન હેઠળ નવસારી જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે આજે બીલીમોરામાં દેસરા ઓવર બ્રીજના લોકાર્પણ પ્રસંગે નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલ તેમજ ગુજરાત રાજ્યના નાણા મંત્રી કનું દેસાઈને હસ્તે બીલીમોરા નગરપાલિકાના સ્વચ્છતા-સંબંધિત વાહનો તથા સ્વચ્છતા ટીમોને લીલી ઝંડી આપી હતી અને “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” અભિયાનને વેગવંતુ કર્યું હતું.
બીલીમોરામાં સફાઈ અભિયાન અસરકારક અને સુદ્રઢ બંને તે હેતુસર નવસારીના સાંસદશ્રીએ “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” કેમ્પેઈનમાં સૌ નાગરિકોએ એક કલાક શ્રમદાન કરવા સાથે, સ્વચ્છતા અભિયાનમાં સહયોગ આપી નવસારી જિલ્લાને સ્વચ્છતા પરિમાણોની અગ્રિમ હરોળમાં સ્થાન અપાવવા અપીલ કરી હતી. .
આ અવસરે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ , નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જીલ્લા વિકાસ અધિકારશ્રી પુષ્પ લતા, પોલીસ અધિક્ષક શ્રી સુશિલ અગ્રવાલ તેમજ અન્ય પદાધિકારીઓ, અધિકારીગણ અને સ્વચ્છાગ્રહીઓએ હાજર રહી સમગ્ર નવસારી જીલ્લાને સ્વચ્છ, સુઘડ અને રળિયામણું બનાવવાની નેમ લીધી હતી.









