અંબાજીમાં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ માં હાર્ટ ના દર્દીઓ ને પ્રાથમિક તબબકે સારવાર મળી રહે તે માટે CPR ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું

11 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા 
હાલ તબક્કે ગુજરાત ના વિવિધ જિલ્લાઓ માં નાની ઉંમર થી મોટી ઉંમર ના લોકો માં હાર્ટ અટેક ના બનાવ બનતા અનેક લોકો ના મોત નીપજી રહ્યા છે, ત્યારે લોકો માં હાર્ટ અટેક ની સમસ્યા ને લઇ અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ માં હાર્ટ ના દર્દીઓ ને પ્રાથમિક તબબકે સારવાર મળી રહે તે માટે CPR ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ની GCS હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.શ્રીધર વન્ડેર (સુપ્રિટેન્ડેન્ટ GCS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ)અમદાવાદ અંબાજી જનરલ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ ડો વાય એમ મકવાણા સહીત હાર્ટ સ્પેશલિસ્ટ તબીબો દ્વારા અંબાજી જનરલ હોસ્પિટલના ઇમરર્જન્સી સારવાર આપતા તેમજ એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહીતના કર્મચારીઓને CPR ની ટ્રેનિંગ આપી હતી જેથી કરીને હાર્ટ ના હુમલા વાળા દર્દી નો જીવ બચાવવા પોતાનો યોગદાન આપી શકે આ કાર્યક્રમ માં હાર્ટ ના દર્દી ને પ્રાથમિક ટ્રીટમેન્ટ કેવી રીતે આપવી તેની પ્રેક્ટિકલ થિયરી નું માર્ગદર્શન અપાયું હતું ખાસ કરીને આ કાર્યક્રમ ના અધિક્ષક ડો.વાય કે મકવાણા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ના અધ્યક્ષ મહેન્દ્ર અગ્રવાલ તેમજ પેરામેડિકલના સ્ટાફ ને આ સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવી હતી આ CPR ટ્રેનીંગ મા હોસ્પીટલ ના સ્ટાફ અને નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થી અને અંબાજી ના રહીશો એ લાભ લીધો હતો. અત્યારે જે નાની ઉંમરમાં હૃદયના અટેકનું પ્રમાણ વધ્યું છે તેમજ ઇમરજન્સી મા કોઈ દર્દીને જરૂર પડે તેથી સીપીઆર ટ્રેનિંગ માં હોસ્પિટલના સ્ટાફ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને અંબાજીના રહીશોએ લાભ લીધો હતોવધુમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જેવા કે હૃદય રોગ, કિડની રોગ, મગજના રોગ, પેટના રોગ અને હાડકા તેમજ મણકાના રોગ ડોક્ટરો એ પોતાનો કીમતી સમય આપીને કે આ કેમ્પને સફળ બનાવ્યો હતો અંબાજીના આજુબાજુના આદિવાસી વિસ્તારના જરૂરિયાતવાળા દર્દીઓ આ કેમ્પનો બહોળો પ્રમાણ માં લાભ લીધો હતો. મહેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું.









