MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ઑનલાઈન વનવગડો વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું.

MORBI:મોરબી શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ઑનલાઈન વનવગડો વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું.

શિક્ષણકુંજના સંચાલકો શ્રી દિનેશભાઈ ચૌહાણ, શ્રી નરેન્દ્રભાઈ કાલરિયા અને શ્રી રાજેશભાઈ ડાભી દ્વારા રાજ્યકક્ષાની ઑનલાઈન વનવગડો વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બે વિભાગ રાખવામાં આવ્યા હતા. વિભાગ – ૧ માં ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે અને વિભાગ – ૨ માં કૉલેજીયન, શિક્ષકો અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા સજ્જનો, ગૃહિણીઓ અને ગુજરાતના તમામ નાગરિકો માટે રાખવામાં આવ્યો હતો. બંને વિભાગમાં વિજેતાઓ માટે ઈનામની રકમ પણ રાખવામાં આવી હતી. શિક્ષણકુંજ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ઑનલાઈન વન વગડો વાર્તા સ્પર્ધામાં વાર્તા મોકલવાની તારીખ ૬/૦૨/૨૦૨૪ થી ૦૫/૦૩/૨૦૨૪ નક્કી કરવામાં આવી હતી. ગુજરાતના જુદાં જુદાં જિલ્લાના વિદ્યાર્થીઓ, શિક્ષકો વગેરે સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

તારીખ ૧૫/૦૩/૨૦૨૪ ના રોજ વન વગડો વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં વિભાગ -૧ માં પ્રથમ નંબર જામનગર જિલ્લાના ધ્રુવાંશી સંજયભાઈ જાની, દ્વિતીય નંબર ભાવનગર જિલ્લાના સાક્ષી રાજેશભાઈ ડાભી અને તૃતીય નંબર અમદાવાદ જિલ્લાના જૈમિનકુમાર મનોજકુમાર પંચાલને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતા. વિભાગ – ૨ માં પ્રથમ નંબર કચ્છ જિલ્લાના નિશા ભરતભાઈ ઠાકર, દ્વિતીય નંબર સુરત જિલ્લાના પન્નાબેન સાંકળભાઈ પટેલ અને તૃતીય નંબર ગીર સોમનાથ જિલ્લાના મનીષાબેન રાઘવભાઈ જાદવને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતા. વિજેતાઓને શિક્ષણકુંજ તરફથી ઈનામની રકમ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને આકર્ષક ઈ- પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતા. શિક્ષણકુંજ દ્વારા દર બે મહિને રાજ્યકક્ષાની ઑનલાઈન સ્પર્ધાઓ, વર્કશોપ, કવિ સંમેલન વગેરેનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણકુંજ દ્વારા દૈનિક આજનું પંચાંગ, સુવિચાર, ઉખાણું, અવનવું, જાણવા જેવું, જનરલ નૉલેજ, મહત્ત્વની ઘટનાઓ, દિન વિશેષ સાહિત્યનું સર્જન કરીને જુદાં જુદાં વ્હોટ્સએપ ગ્રૂપમાં શેર કરવામાં આવે છે. શિક્ષણકુંજ દ્વારા મહત્ત્વના દિવસોની ઈ-સર્ટિફિકેટ ક્વિઝ પણ બનાવવામાં આવે છે તથા દ્વિમાસિક ઈ-મેગઝીન પણ પ્રકાશિત કરવામાં આવે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button