સંજેલી ની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગનું ગૌરવ વધારતી કુમારી રિદ્ધિબેન તાવિયાડને ખૂબ ખૂબ અભિનંદન

તા.૧૧.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગનું ગૌરવ વધારતી કુમારી રિદ્ધિબેન તાવિયાડને ખૂબ ખૂબ અભિનંદન
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 18 વર્ષથી એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં સંચાલક દિલીપકુમાર મકવાણાના માર્ગદર્શનથી હજારો વિધાર્થીઓ એકલવ્ય અને ટેલેન્ટ પુલ સ્કૂલ માં પ્રવેશ મેળવતા હોય છે. ત્યારે ગોવિંદા તળાઈ ના રહીશ તાવિયાડ શૈલેષભાઈ ની પુત્રી રિદ્ધિબેન આ વર્ષે લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષામાં 97.02 પર્સેન્ટાઈન સાથે 90.84 ટકા સાથે ગ્રોમર સ્કૂલ હિંમતનગરમાં 3જો નંબર મેળવવા સમાજ, માતાપિતા, ગામનું ગૌરવ વધાર્યું છે ત્યારે તાવિયાડ રિદ્ધિબેન શૈલેષભાઈ – મુ. ગોવિંદા તળાઈ તા. સંજેલી ને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક દિલીપકુમાર એચ મકવાણા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે. ન્યુ પાર્થ એજ્યુકેશન ગ્રુપ સંજેલી સંગાડા અશ્વિનભાઈ, રાજુભાઈ મકવાણા દ્વારા ઉતરોતર પ્રગતિ કરતા રહો અને માતાપિતાનું નામ રોશન કરતા રહો એવા દિવ્ય શુભ આશિષ વ્યક્ત કરવામાં આવ્યા હતા ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ









