
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ 22 નવેમ્બર 2023ના રોજ જાહેર સભાઓમાં મહિલાઓને વચન આપેલ કે “દેશમાં જેટલાં ભાવો વધે તે વધવા દો. અમે રાજસ્થાનની માતા-બહેનોને LPG સિલિન્ડર 450 રુપિયામાં આપીશું !” આવું વચન આપવાનું કારણ એ હતું કે રાજસ્થાનમાં અશોક ગેહલોતની કોંગ્રેસ સરકાર ગરીબી રેખા નીચેના 76 લાખથી વધુ પરિવારોને 500 રુપિયામાં LPG સિલિન્ડર આપતી હતી. એટલે સત્તાપક્ષે 450 માં સિલિન્ડર આપવાનું વચન પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ આપ્યું હતું ! મધ્યપ્રદેશમાં તો સત્તાપક્ષની સરકાર હતી છતાં 450 માં સિલિન્ડર આપવાને બદલે માત્ર વચન આપ્યું હતું !
પરંતુ કેન્દ્રીય પેટ્રોલિયમ/ પ્રકૃતિક ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ 19 ડીસેમ્બર 2023ના રોજ રાજ્યસભામાં કહ્યું કે “ભારત સરકાર તરફથી રાજસ્થાનમાં આવી કોઈ ઘોષણા કરવામાં આવી ન હતી !”
સવાલ એનછે કે રાજસ્થાનના/ મધ્યપ્રદેશના ગરીબ મતદારોએ 450માં ગેસ સિલિન્ડર મળશે તે આશાએ સત્તાપક્ષને મતો આપ્યા હશે? બિલકુલ નહીં. ગરીબોને મોંઘા ગેસ સિલિન્ડરની / મફત શિક્ષણની/ મફત આરોગ્ય સેવાની ચિંતા તો હતી જ પરંતુ રાષ્ટ્રવાદ/ ધર્મવાદના કારણે તેમની ચિંતાઓ ઢંકાઈ ગઈ હતી ! નકલી રાષ્ટ્રવાદ/ ધર્મવાદમાં એટલી શક્તિ છે કે ભૂખ્યાં જનોના જઠરાગ્નિને શાંત કરી શકે છે !
કવિ ઉમાશંકરે જોશીએ એપ્રિલ 1932માં કહ્યું હતું :
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !
રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે !
અંતરરૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !
નકલી રાષ્ટ્રવાદ/ ધર્મવાદ એવા પરિબળો છે જે દરિદ્રની ઉપહાસલીલા કરી શકે છે ! કોટિક જીભ ફેલતો ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગે નહીં તે માટે જ સત્તાપક્ષ રાષ્ટ્રવાદ/ ધર્મવાદના ડોઝ આપે છે ! આ એવું ક્લોરોફોર્મ છે જે લોકોને કોઠે પડી ગયું છે. રાષ્ટ્રવાદ/ ધર્મવાદના ઓઠા હેઠળ અન્યાયી મૂડીવાદ દ્રઢ બન્યો છે ! એટલે જ અંબરચુંબી મંદિરોનો રસ્તો પકડ્યો છે !rs

[wptube id="1252022"]