
૨૨ નવેમ્બર વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી
રાજકોટ જિલ્લા પંચાયત બેડી મત વિસ્તારના સભ્ય પ્રતિનિધિ અને યુવા ભાજપના આગેવાન રાજેશભાઈ ચાવડા (રાજાભાઈ) એ તેમના કાકા પૂર્વ જિલ્લા પ્રમુખ નાગદાનભાઈ ચાવડાના નેતૃત્વમાં રાજનીતિના પાઠ શિખીને આગળ વધીને યોગ્ય નિર્ણય કરીને અધિકારીને યોગ્ય ધ્યાન દોરી પ્રજાને મદદ કરવા હમેશા તત્પર રહે છે. અને ભૂતકાળમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા જીત આપવામાં ચૂંટણીમાં વિશેષ જવાબદારી સાંભળી ભાજપના ઉમેદવારોને જીત આપવામાં સિહફાળો આપ્યો છે અને તેમના રાજકોટ જિલ્લા પંચાયતના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમ્યાન કરેલ પ્રજાના કામોની નોધ રાજકોટ જિલ્લા ભાજપ સંગઠનમાં લેવાઈ છે. રાજેશભાઈ ચાવડા(રાજાભાઈ) ને પ્રજામાં 108 તરીકે ઓળખાય છે અને રાજેશભાઈ ચાવડા(રાજાભાઈ) વિવિધ આહીર સમાજની સંસ્થા સાથે જોડાયેલા છે. રાજેશભાઈ ચાવડા(રાજાભાઈ) રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી ની મદદ માટે હમેશા તત્પર રહે છે.