અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા: લાલપુર પાસે પોલીસવાન પલટી જતા સર્જાયેલ અકસ્માતની ઘટના બાદ જાણવાજોગ ફરિયાદ
મોડાસા: ટીંટોઇ નજીક લાલપુર પાટિયા પાસે 25 ફેબ્રુઆરી ગત રવિવારે સાંજના કોઈ કારણસર પોલીસ વાન ડિવાઈડર સાથે,અથડાઈ હાઇવે રોડ સાઈડ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી હતી.અકસ્માત સર્જાયાના ઘટના સ્થળે થી પસાર થતા એક વાહન ચાકલે તેની કારને થંભાવી દઈ,અકસ્માતનો ભોગ બનેલા પોલીસકર્મીની મદદે પહોંચ્યો હતો પણ પોલીસ કર્મીનો રુઆબ કઇંક અલગ લાગતા,યુવક ત્યાં થી રવાના થયો હતો,થોડે આગળ જઈ ને યુવકે,ટીંટોઇ પોલીસ અધિકારીને અને મીડિયા કર્મીને ઘટનાથી વાકેફ કર્યા હતા.થોડા સમય બાદ યુવક ઘટના સ્થળે પરત પહોંચ્યો તો,અકસ્માતમાં નુકશાન પામેલી પોલીસવાન ઘટના સ્થળે થી હટાવી દેવામાં આવી હતી,ઘટનાની જાણ થતાં ટીંટોઇ પોલીસ માં દોડધામ પણ મચી હતી,ઘટનાની જાણ થતાં મીડિયા કર્મી કવરેજ કરવા પહોંચ્યા હતા પણ ત્યાં કંઈ પણ જોવા ના મળતા મીડિયા કર્મીએ સચોટ માહિતી મેળવવા નો પ્રયાસ કર્યો હતો, પણ મીડિયા કર્મીને સંતોષકારક જવાબ ન મળતા ઘટના સ્થળે થી પરત ફર્યા હતા,અકસ્માત ની ઘટના માં કંઈક રંધાતુ હોય એવી ગંધ આવી રહી છે,હાલતો ટીંટોઇ પોલીસ મથેકે જણવાજોગ ફરિયાદ નોંધાઇ છે.જેમાં પોલીસ કર્મી પોલીસ વાન ના ટાયરમાં હવા પુરાવી જઇ રહ્યા હતા ત્યારે ટાયર ફાટતા વાન ડિવાઈડર સાથે અથડાઈ રોડ સાઈડ પલટી મારી જતા પોલીસ વાન ને નુકશાન થયું હતું,જોકે પોલીસ વાનમાં સવાર બે પોલીસ કર્મીનો એકસ્માતની ઘટનામાં આબાદ બચાવ થયો હોવાનું ટીંટોઇ પોલીસે જણાવ્યું હતું.આજે સાવરે 10:30 કલાકે એક હોમગાર્ડ જવાન સહિત બે લોકો ઘટના સ્થળે ખોવાઈ ગયેલ મોબાઈલ ને શોધતા હોવાનું પણ જાણવા મળ્યું છે.ત્યારે ટીંટોઇ પોલીસે ઘટનાને લઈ હાલતો વધુ તપાસ હાથમાં ધરી છે.









