GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના વેજલપુર ગામે એક અનાજના વેપારીને ત્યાંથી મામલતદારે અનાજનો શકાંસ્પદ જથ્થો પકડી પાડ્યો

તારીખ ૦૧/૧૨/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

અનાજના કાળા કાળોબર નું એ.પી.સેન્ટર એટલે વેજલપુર ગામ અને આજ વેજલપુર ગામમાં રોજ બરોજ અને અગાઉ પણ આજ રીતના શકાંસ્પદ અનાજનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવે છે પણ તપાસના નામે માત્ર દેખાવ પૂર્તિજ તપાસ કરીને કેસને રફે દફે કરી દેવામાં આવતું હોય છે પરંતુ આજ શકાંસ્પદ અનાજનું નામ આપીને કે ખેડૂતોનો માલ બતાવીને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સરકારી અનાજનો કાળો કાળોબાર કરનાર અનાજ માફિયાઓનો લુલો બચાવ કરીને આ વેજલપુર ગામના અનાજ માફિયાઓનો ખુલ્લો દોર મળી રહ્યો છે ત્યારે આજ રોજ વેજલપુર બસ સ્ટેન્ડ ની સામે આવેલ સત કેવલ હોસ્પિટલની બાજુમાં આવેલ એક અનાજના વેપારીને ત્યાં બાતમીના આધારે કાલોલ મામલતદાર દ્વારા રદ કરવામાં આવી હતી ત્યારે રેડ દરમિયાન સ્ટોક પત્રક કે વેચાણ પત્રક અને ત્યાંથી ઘઉં,ચોખા, બાજરી, ડાંગર , મળી કુલ રૂપિયા ૧,૭૭,૩૫૭ મુદામાલ સાથે અનાજનો જથ્થો સિઝ કરીને વધુ કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા કલેક્ટર ને રીપોર્ટ કરવામાં આવશે તેમ કાલોલ મામલતદાર જણાવ્યું હતુ કાલોલ શહેર મા પણ સરકારી અનાજ નો કાળો કારોબાર ધમધમી રહ્યો છે તે દિશામા તપાસ કરશે ખરા?હવે જોવું રહ્યું કે વેજલપુર ગામના અનાજ માફિયાઓ ઉપર જિલ્લા પુરવઠા અધિકારી લગામ લગાવશે ખરા કે પછી દિવા નીચે અંધારુજ રહેશે તે હવે જોવું રહ્યું.

[wptube id="1252022"]
Back to top button