BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

પણસોરા 108ની ટીમની સરાહનીય કામગીરી,500 મીટર ચાલીને દર્દીને હોસ્પિટલ ખસેડયા

મળતી માહિતી મુજબ ઉમરેઠ તાલુકાના ઓડ ગામે સીમ વિસ્તારમાં બપોરના 2:30 વાગ્યાના અરસામાં પોતાના કામ અર્થે ગયેલા રમીલાબેન અર્જુનભાઈ સોલંકી ખેતરમાં તારની વાડ પસાર કરવા જતા પોતાનું ચાંદીનું કલ્લુ તારની વાડમાં ભરાઈ જતા રમીલાબહેન પડી ગયા હતા. તેમના જમણા પગે ઈજા થઈ હોવાથી પગે ફેક્ચર થયું હોય બહેન ચાલી શકે એવી કન્ડિશનમાં ન હતા

108 ને કોલ મળતા જ પણસોરા 108 ટિમ, ઇએમટી જયદીપસિંહ દલપતસિંહ ચૌહાણ અને પાયલોટ ગોપાલભાઈ ચંદ્રકાંત સોની ત્વરિત આ સ્થળે જવા રવાના થયા હતા. આશરે 20 કિલોમીટર દૂર જવાનું હોય અને સ્થળ પર પહોંચતા પહેલા કોલરને, (દર્દીના સગાને) આશ્વાસન આપતા દર્દીની તકલીફમાં વધારો ન થાય તેવી સમજ પૂરી પાડીને સ્થળ પર પહોંચ્યા હતા.સ્થળ ઉપર એમ્બ્યુલન્સ જઈ શકે તેવો રસ્તો ન હોય આશરે 500 મીટર દૂર એમ્બ્યુલન્સ ઉભી રાખીને દર્દીના સગાનો સહકાર લઇ યોગ્ય સ્ટેચર યોગ્ય સાધનોનો ઉપયોગ કરી દર્દીને યોગ્ય રીતે એમ્બ્યુલન્સમાં શિફ્ટ કર્યા હતા અને ત્યારબાદ યોગ્ય સારવાર આપતા દર્દીને જે પ્રકારની ઈજા હતી તે પ્રમાણે દર્દીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં હેમખેમ દાખલ કર્યા હતા.પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો અને 108ની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button