નહાર કેન્દ્ર ખાતે દસમા ધોરણની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ,થતા પરીક્ષાર્થીઓનું કાવી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ વૈશાલી આહીર દ્વારા ગુલાબના ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું…
ઊ
જંબુસર ના નહાર સ્થિત પૂજા વિદ્યાલય ખાતે આજથી ધોરણ દસની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો. પરીક્ષાનો પ્રથમ દિવસ હોઇ વહેલી સવારે પરીક્ષાર્થીઓ કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા. સાથે સાથે પરીક્ષામાં ભાગ લેનાર છાત્રોના વાલીઓ પણ પોતાના બાળકોની સાથે જોવા મળ્યા હતા. કાવી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર વી એ આહીર મેડમ દ્વારા પરીક્ષાર્થીઓને ગુલાબના ફૂલ અર્પણ કરી તેઓ પરીક્ષામાં સફળ બની પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે એ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓમાં પણ પોતાની ઉજ્જવળ કારકિર્દી બાબતે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર નહાર કેન્દ્ર ખાતે પરીક્ષા કેન્દ્રની બહાર કાવી પોલીસના કર્મીઓ બંદોબસ્ત માં જોવા મળ્યા હતા. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હોવાની માહિતી સાંપડી છે…
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ









