છોટાઉદેપુર સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા તેમજ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ એન્ડ એજ્યુકેશન સુરતના સહયોગથી
બચાવ પ્રાથમિક સારવાર,ડિઝાસ્ટર મેનેજમેન્ટ,સિવિલ ડિફેન્સ તેમજ સી.પી.આર અંગેની તાલીમ અપાઈ


છોટાઉદેપુર જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ એન્ડ એજ્યુકેશન સુરત નાઓનાં સહયોગથી છોટાઉદેપુરના ઝોઝ ખાતે સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ શોધ,બચાવ પ્રાથમિક સારવાર અને સી.પી.આર તાલીમ તેમજ સિવિલ ડિફેન્સની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી. જેમાં ૧૬૧ જેટલી બાલિકાઓ તેમજ શિક્ષક સ્ટાફ નાઓએ આ તાલીમ મેળવી હતી. યોજાયેલા આ તાલીમ કાર્યક્રમમાં કુદરતી તથા માનવસર્જિત આપત્તિ સામે બચાવ રાહત કામગીરી અંગેની સધન તાલીમ પુરી પાડવામાં આવી હતી.તાલીમ દરમિયાન રાહત, સહાય, પુર, વાવાઝોડુ, ભૂકંપ, દુષ્કાળ, સુનામી જેવી આફત કે જોખમ સમયે વ્યવસ્થાપન, શોધ અને બચાવ,પ્રાથમિક સારવાર,હાર્ટએટેકના લક્ષણોનું નિદાન, સી.પી.આર.ની પ્રેક્ટીકલ તાલીમ સાથે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આમ બાલિકાઓને સમજ પ્રદાન કરી આવી વિપરીત પરિસ્થિતિનો શાંત ચિતે સામનો કરી જીવન બચાવવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









