
તા.૧૭.૦૪.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:ફતેપુરા ખાતે સફળતા પૂર્વક બાળ લગ્ન અટકાવવા માં આવ્યાં
વિગત: બાળ લગ્ન સમાજ માટે અભિશાપ છે, અને બાળક નાં બાળપણ ને સંપુર્ણ રીતે નષ્ટ કરી નાખે છે.કુમળી વય નો બાળક કે બાળકી સામાજિક , આર્થિક અને જવાબદારીઓ થી કચડાઈ જાય છે તેનાં સ્વાસ્થ્ય ઉપર પણ તેની વિપરીત અસર જોવા મળે છે.એક જાગૃત નાગરીક દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનની હદ માં આવેલ બારસલેડા ગામ માં બાળ લગ્ન ની માહિતી આપવામાં આવેલ. તાત્કાલિક બાળ બાળ લગ્ન અટકાવવા અંગે તંત્ર અને પોલીસ વિભાગ સક્રીય રીતે કાર્યરત થઈ સંભવિત બાળ લગ્ન અટકાવવા માં સફળતા મેળવેલ છે.અને બાળ લગ્ન અટકાવેલ છે.ફતેપુરા તાલુકાના બારસલેડા ગામ માં સગીર બાળકનાં લગ્ન તેનાં પિતા અને કુટુંબી જનો દ્વારા અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી મળતાં .બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી દાહોદ નાં માર્ગદર્શન થી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા તાત્કાલિક ફતેપુરા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવામાં આવેલ. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને ફતેપુરા પો. સ્ટે. નાં પી. એસ.આઇ. સાથે વ્યૂહાત્મક રીતે ચર્ચા કરી અને પરિસ્થિત નું સંજ્ઞાન લઈ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ નાં અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસ ની ટીમ ને સાથે રાખી સ્થળ મુલાકાત લીધેલ.ઉલ્લેખનીય છે કે જાન નીકળવાની તૈયારી માં જ હતી પરંતુ પોલીસ ની ગાડી જોતાં જાનૈયાઓ માં નાસભાગ મચી જવા પામી હતી.સ્થાનિક આગેવાનો અને ગ્રામ્યજનો સાથે બેઠક કરી બાળ લગ્ન અટકાવવા ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ. નોંધનીય છે કે, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ ની જોગવાઈ મુજબ બાળકી ની ઉંમર ૧૮ વર્ષ અને બાળક ની ઉંમર ૨૧ વર્ષ થી ઓછી હોય તો તે બાળક ગણાય. બાળ લગ્ન અનુષ્ઠાન કરાવનાર માતા – પિતા અને તેમાં સહયોગ આપનાર તમામ ને રૂ.૧ લાખ નો દંડ અને ૨ વર્ષની સખત સજા ની જોગવાઈ કાયદા માં કરવામાં આવેલ છે, તેવી સમજણ પૂરી પાડવામાં આવેલ.બાળક નાં વાલી એ પોતાનાં પુત્ર નો લગ્ન મોકૂફ રાખેલ.વાલી નું નિવેદન લઈ અને કાયદેસર ની પ્રક્રિયા પૂર્ણ કરી બાળ લગ્ન અટકાવવા માં આવેલ









