AMRELI CITY / TALUKOGUJARAT

અમરેલી માં ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થી ની ને આવ્યો એટેક થયું મોત

યોગેશ કાનાબાર રાજુલા

અમરેલી માં ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થી ની ને આવ્યો એટેક થયું મોત

અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આજે ધોરણ-9ની વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ચાલુ પરીક્ષાએ જ વિદ્યાર્થિની ઢળી પડતાં શાળાના સ્ટાફ દ્વારા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થયો છે, જોકે, અમરેલીની વિદ્યાર્થિનીના મૃત્યુના કારણને લઈ તબીબે કહ્યું હતું કે પીએમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ કહી શકાશે.પરીક્ષા આપતા સમયે જ વિદ્યાર્થિની ઢળી પડી અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. ધોરણ-9માં અભ્યાસ કરતી સાક્ષી રોજાસરા નામની વિદ્યાર્થિની પણ આજે પરીક્ષા આપવા પહોંચી હતી. સાક્ષી પરીક્ષાખંડમાં પ્રવેશ કરી રહી હતી ત્યારે જ અચાનક ઢળી પડી હતી. શાળાના સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી

[wptube id="1252022"]
Back to top button