CDHOની આગેવાની-સ્વચ્છતા ઝુંબેશ અને આયુષમાન જાણકારી
જામનગર ( નયના દવે)
જામનગર જીલ્લાનુ આરોગ્ય તંત્ર વાયબ્રન્ટ છે કેમકે CDHO ડો.ભાયા સ્ટાફ ને અવિરત કાર્યરત રાખી પ્રજા સુધી પહોંચે છે વરસોના અનુભવ સાથે કાર્યશક્તિ પારખવાના અને આરોગ્ય એ માનવી સાથે અવિભાજ્ય રીતેકેમ સંકળાયેલુ છે તેના ખુબજ બહોળા અનુભવી CDHO ડો ભાયા સ્ટાફ ને મોટીવેટ કરે છે એજ્યુકેટ કરે છે અને જન જન સાથે કેવુ બીહેવ કરવુ તે માટે ટ્રેઇન્ડ કરે છે
અવારનવાર યોજાતી આયુષમાન જાણકારી શિબિર ની જેમ તાજેતરમા વધુ એક શિબિર તેમના માર્ગદર્શન થી યોજાઇ હતી
તેમજ વડાપ્રધાન શ્રી મોદી ના આહવાન ના પગલે સ્વચ્છતા અભિયાન સમગ્ર જીલ્લાના આરોગ્ય વિભાગે ઉત્સાહપુર્વક હાથ ધર્યુ હતુ
*લાલપુર તાલુકાના નાના લખિયા ગામમાં આયુષ્યમાન ગ્રામસભાનું આયોજન કરાયું*
*કાર્યક્રમમાં આયુષ્યમાન આરોગ્ય કાર્ડ અને ટી.બી. મુક્ત પંચાયતની ગ્રામજનોને જાણકારી અપાઈ*

ગત તા. 2 ઓક્ટોબરના રોજ લાલપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણા હેઠળના નાના લખિયા ગામમાં આયુષ્યમાન ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ભાયાએ ઉપસ્થિત સર્વેને આયુષ્યમાન આરોગ્ય કાર્ડ, ટી.બી. મુક્ત પંચાયત તથા અન્ય આરોગ્યના પ્રોગ્રામો વિશે ચર્ચા કરી ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું.
આ સમગ્ર ગ્રામસભા કાર્યક્રમનું સંચાલન નાના લખિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, આરોગ્ય કર્મચારીશ્રી સોનગરાભાઈ, શ્રી ઉષાબેન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પડાણાના સુપરવાઇઝરશ્રી ભીખુ પરી ગોસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં લાલપુર તાલુકાના આરોગ્ય અધિકારીશ્રી ડો.પી.ડી.પરમાર, નાના લખિયા ગામના સરપંચશ્રી, શાળાના વિદ્યાર્થીઓ, આગેવાનશ્રીઓ, તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..
*****************
*સ્વચ્છતા હી સેવા અભિયાન, એક તારીખ, એક કલાક, મહાશ્રમદાન*
*લાલપુર તાલુકાના જાખર ગામમાં સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું*
ગત તા.1 ઓક્ટોબરના રોજ લાલપુર તાલુકાના જાખર ગામમાં એક તારીખ, એક કલાક, મહાશ્રમદાનના સંકલ્પ સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ભાયાના માર્ગદર્શન હેઠળ સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે જાખર ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સદસ્યો, જાખર સબ હેલ્થ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રી રૂચાબેન પટેલ, આરોગ્ય કર્મચારીશ્રી કિશનભાઇ મયળ, શ્રી જીજ્ઞાબેન નંદાણીયા, જાખર સબ સેન્ટરના તમામ આશા બહેનો, આંગણવાડીના બહેનો અને નાયરા કંપનીના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખશ્રી સુરૂભા જાડેજા, લાલપુર તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.પી.ડી.પરમાર, તાલુકા હેલ્થ સુપરવાઇઝરશ્રી મકવાણા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
@_______________
BGB
gov.accre. Journalist
8758659878
jmr









