GUJARAT

વિકસિત ભારતના નિર્માણ ગ્રામજનોએ સામુહિક શપથ લીધા* —–

*ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વર અને ગરુડેશ્વરના ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું*
——
*પ્રજાલક્ષી યોજનાકીય માહિતી અંગેની ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણ ગ્રામજનોએ સામુહિક શપથ લીધા*
—–

રાજપીપલા, મંગળવાર :- આદિવાસી બાહુલ વસ્તી ધરાવતો નર્મદા જિલ્લાના ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ – રથયાત્રા ગામેગામ ભ્રમણ કરી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર થતા અકતેશ્વર ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ રથનું આવકાર કર્યુ હતું. આ વેળાએ આધુનિક રથના માધ્યમથી ગ્રામજનોએ સરકારની યોજનાકીય માહિતી, ઉપલબ્ધીઓ અંગે ફિલ્મ નિહાળીને સરકારી યોજનાઓનો લાભ લઈને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામજનોને કેન્દ્ર અને સરાજ્ય સરકારની વિવિધ ૧૭ જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભો અંગે જાગૃત કરીને વધુમાં વધુ યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે યોજનાનો લાભ લઈને પોતાના જીવનમાં સકારાત્મક બદલાવ અનુભવતા લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ પોતાની સફળ વાર્તાને ગ્રામજનો સમક્ષ રજુ કરીને યોજનાઓના લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ મિલેટ્સમાંથી બનાવેલી વાનગી નિદર્શન થકી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ આહાર બનવવાની રીત જાણીને નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ-સદસ્યો, સરપંચશ્રી, આગેવાનશ્રીઓ, પ્રાયોજના વહીવટદારશ્રી હાનુલ ચૌધરી, અધિકારી-કર્મચારીશ્રીઓ સહિત આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગની ટીમ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

000000000

[wptube id="1252022"]
Back to top button