
અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
માલપુરમાં પાણી પુરવઠાની લાઇન માં ભંગાણ,ઉનાળો નજીક આવતા પાણીનો બગાડ

હાલ હવે ઉનાળા ની ઋતુ નજીક આવી ગઈ છે અને ખાસ કરીને ઉનાળા ની સીઝન માં પાણી નું ખુબ તાતી જરૂરિયાત ઉભી થતી હોય છે અને એમાં પણ આવા સમયે જ્યારે પાણી નો બગાડ થતો હોય અને જવાદાર તંત્ર માત્ર પોતાના કામોની વાહ વાહ બોલાવતી હોય છે ત્યારે હાલ પણ પાણી પુરવઠાની લાઇન મોં ઘણો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે તેવામાં ફરી એક વાર માલપુરમાં પાણી પુરવઠાની લાઇન માં ભંગાણ જોવા મર્યું હતું ઉનાળો નજીક આવતા પાણીનો બગાડ થતો અટકાવવો ખુબ જરુર છે ત્યારે માલપુર તાલુકામાં આવેલ ગોધરા હાઇવે પાસે પાઇપ તૂટતા લાખો લિટર પાણી નો વ્યય નો વિડિઓ સામે આવ્યો હતો જેમાં એસકે – 3 હેઠળ ની મુખ્ય પાઈપમાં ભંગાણ સર્જાયું હતું ત્યારે એક તરફ ડેમોમાં પણ પાણી નહિવત છે એવામાં પાણી નો વ્યય થતો હોય તો ઉનાળો કેવી રીતે પસાર થશે..? એ પણ એક સવાલ છે આ બાબતે હાલતો પાણી પુરવઠા વિભાગ ની ગોર બેદરકારી સામે આવી છે તો આ રીતે પાણીનો બગાડ અટકાવે તે ખૂબ જરૂરી છે









