MORBIMORBI CITY / TALUKO

વાવાઝોડાના ખતરા વચ્ચે મોરબી તાલુકાના ખરેડા આરોગ્ય કેન્દ્રમાં આશ્રિત સગર્ભાની સફળતાપૂર્વક પ્રસુતિ

વાવાઝોડાના ખતરા વચ્ચે મોરબી તાલુકાના ખરેડા આરોગ્ય કેન્દ્રમાં આશ્રિત સગર્ભાની સફળતાપૂર્વક પ્રસુતિ

સંભવિત બિપોરજોય વાવાઝોડાને લગતી કરવાની થતી કામગીરીના ભાગરૂપે વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લેતા જે સગર્ભા બહેનોને ડિલિવરીની તારીખ નજીક હોય એવા સગર્ભા બહેનોને મોરબી તાલુકા ના ખરેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા તે ઉપરાંત આજરોજ કારખાના‌ વિસ્તાર‌ની 1 સગર્ભા બહેન ને ડિલિવરી ની સંભવિત તારીખ 21.6.23 હતી પરંતુ તપાસ કરતા ડિલિવરી થઈ શકે તેમ હોય સગર્ભા બહેનને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેડા ખાતે દાખલ કરવામાં આવેલ હતા જેમની તારીખ 14.6.23 ના રોજ રાત્રે 09:09 વાગ્યે સગર્ભા બહેનની ખરેડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડીકલ ઓફિસર ડો. કે.પી.વિડજા અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમય નું બાળકનું વજન 2.8 કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.

[wptube id="1252022"]
Back to top button