સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ ચાર ગણું બીલ આવતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો.
PGVCL વિભાગના અધિકારીઓ બળજબરીપૂર્વક આ મીટર ફિટ કરી જતા હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ

તા.17/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
PGVCL વિભાગના અધિકારીઓ બળજબરીપૂર્વક આ મીટર ફિટ કરી જતા હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પીજીવીસીએલ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં સ્માર્ટ મીટર અને પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવાના શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ આ મીટર તો લગાવવાના શરૂ કરવામાં આવ્યા છે જેને લઈને સ્થાનિક લોકોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે જે લોકોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તે ઘર માલીકો દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર જે સ્માર્ટ અને પ્રિપેડ મીટર લગાવવામાં આવ્યા છે તેમાં વધારે યુનિટ વીજ પાવર વપરાશ દેખાડી રહ્યા છે ખાસ કરી જે 24 કલાકમાં છ યુનિટ જેટલો વપરાશ હોય તેની સામે 15 યુનિટનો વપરાશ દેખાડતા હોવાનો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે અને નવા સ્માર્ટ મીટર મુદ્દે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે અને પોજીવીસીએલ વિભાગ દ્વારા તાત્કાલિક પણે આ સ્માર્ટ મીટર પરત લઈ લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાના શરૂ કરી દેવામાં આવ્યા છે કે જેમનું મીટર એટલું ખાસ ફરે છે કે જે ઘર માલીકો છે જે ઘર માલિકોને ત્યાં આવા સ્માર્ટ મીટર અને પ્રિપેડ મીટર લગાવવામાં આવ્યા છે તેમના હૃદય પણ ફરવા લાગ્યા છે એટલું ફાસ્ટ મીટર ફરી રહ્યું છે અને રીડિંગ પણ વધવા લાગ્યા છે હવે આ વિસ્તારના લોકો દ્વારા પહેલા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા પરંતુ હવે આ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે આ સ્માર્ટ મીટર પીજીવીસીએલ વિભાગ પર જ લઈ લે તેવી માંગણી કરવામાં આવે છે બીજી તરફ એવો પણ એક આક્ષેપ કરવામાં આવ્યું છે કે આ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ચાર ગણું બિલ આવી રહ્યું છે અને મહિને જે 1500 લઈ 2500 સુધીનું બિલ આવતું હતું તે હવે 3,500 થી લઈ 4500 સુધી પહોંચી ગયું છે હવે સવાલ એ છે કે નાના વર્ગના લોકો આવા મીટર લગાવશે તો તેમને આર્થિક બોજો પણ સહન કરવો પડશે એક ઘર દીઠ 1500 થી 2000 રૂપિયાની નુકસાની ગ્રાહકોને સહન કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ પ્રવાસ સ્માર્ટ મીટર સુરેન્દ્રનગર શહેરના જે વિસ્તારોમાં નાખવામાં આવ્યા છે ત્યાંથી પરત લઈ અને જૂના મીટર ફરી ફીટ કરી દેવામાં આવે તેવી માંગણી ઉંઠી છે.