CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા રામચોકમા બાઈક ચાલકને બચાવવા જતાં બોલેરો પીકઅપ થાંભલા સાથે અથડાઈ.

તા.01/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના રામચોકમાં બોલેરો પીકઅપ બેકાબુ બની થાંભલા સાથે અથડાઈ હતી બાઈક સવારને બચાવવા જતા બોલેરો પીકઅપ ગાડી ચોટીલાના બજારમાં બેકાબુ બની થાંભલા સાથે અથડાઈ હતી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી જ્યારે ગાડીના ડ્રાઈવરને ચોટીલા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો ચોટીલામાં બેફામ રીતે દોડતા વાહનો લોકો માટે ખતરારૂપ બન્યા છે ત્યારે ચોટીલા શહેર વચ્ચેનો મુખ્ય રસ્તો મનાતો ત્યાં હજારો માણસોની અવર જવર હોય છે તેવા બસ સ્ટેશન રોડ ઉપર આવેલા રામચોક ઉપર પાસે એક વેપારીની દુકાનમાં ધોળા દિવસે પીકઅપ વાહન દુકાનમાં ઘૂસી જતાં અફડાતફડી મચી જવા પામી હતી સદનસીબે આજુબાજુ કોઈ માણસો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી આ અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં ભેગા થયા હતા તેમજ અકસ્માત સર્જાયો તે વાહનના ડ્રાઈવરને પોલીસ હવાલે કર્યો હતો જ્યારે દુકાન પાસે ટેલીફોનનો પોલ હોવાથી પીકઅપ વાહન અથડાતાં ગાડી રોકાઈ ગઈ હતી તેમજ દુકાન બહાર લારી ઉપર તેમજ બહાર પડેલા વેપારીના માલનો કચ્ચરઘાણ બોલાવી નાખ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button