
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
ચુંટણીપંચ ગાંઘીનગરની સુચના મુજબ મહીસાગર જિલ્લામાં તા.૧લી એપ્રિલ-૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી સુઘારણા કાર્યક્રમ તા.૦૫/૦૪/૨૦૨૩ થી તા.૨૩/૦૪/૨૦૨૩ સુઘી હાથ ઘરવામાં આવનાર હોવાનું જીલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર મહીસાગર લુણાવાડાએ જણાવેલ છે. મતદારયાદી સુઘારણા કાર્યક્રમ દરમ્યાન તા.૧લી ઓક્ટોબર-૨૦૨૩ સુધીમાં ૧૮ વર્ષ પુર્ણ થતાં હોય તેવી વ્યકિતઓ મતદારયાદીમાં નામ નોંઘાવી શકશે. એટલું જ નહી મતદારો મતદારયાદીમાં નામ નોંઘાવવા ઉપરાંત મતદારયાદીમાં રહેલ ક્ષતિઓ સુઘારવાની તથા નામ કમી કરવાની કામગીરી પણ હાથ ઘરવામાં આવશે. તેમજ તા.૧૬/૦૪/૨૦૨૩, તા.૨૩/૦૪/૨૦૨૩ (રવિવાર)ના દિવસોએ નિયોજીત સ્થળોએ ઓફલાઇન અરજીઓ સ્વિકારવામાં આવશે. તે સિવાય મતદારો ઓનલાઇન સ્વરુપે ૧.વોટર હેલ્પલાઇન એપ ૨.www.voterportal.eci.gov.in ૩. www.voters.eci.gov.in મારફતે મતદારયાદીમાં પોતાના નામ ઉમેરો, કમી તથા સુધારો કરી શકશે જેથી મહીસાગર જિલ્લાના નાગરીકોને તા.૫મી એપ્રિલ-૨૦૨૩ થી શરૂ થતાં મતદારયાદી સુઘારણા કાર્યક્રમ દરમ્યાન નામ નોંઘાવવા તેમજ મતદારયાદી ક્ષતિઓમાં સુઘારો કરાવી લેવા જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર મહીસાગર લુણાવાડાએ અનુરોઘ કર્યો છે.