
મૂકેશ પરમાર,, નસવાડી
નસવાડી કન્યા પ્રાથમિક શાળામાં 200 થી વધુ બાળકીઓ અભ્યાસ કરે છે આ બાળકીઓ માટે આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા આનંદ મેળાના કાર્યક્ર્મ નું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશુભાઇ તડવી દ્વારા રીબીન કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ધોરણ 6,7,8 ની બાળકી દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ જેમ કે પૌવા બટાકા,દાબેલી,પાણીપુરી, સમોસા,ભેલ,પાપડી નો લોટ,બ્રેડ પકોડા,થેપલા, વડાપાવ,છાસ જેવા અલગ અલગ પ્રકારના 15 જેટલા સ્ટોલ નાખવામાં આવ્યા હતા તાલુકા શિક્ષણ અધિકારી તેમજ આચાર્ય ,શિક્ષકો દ્વારા બાળકીઓના સ્ટોલ ઉપરથી વાનગીઓની ખરીદી અને દરેક વાનગી થોડી થોડી ચાખી હતી અને બાળકીઓને પ્રોત્સાહિત કરી હતી જ્યારે શાળામાં અભ્યાસ કરતી બાળકીઓએ પણ આનંદ મેળામાં ખૂબ મજા માણી હતી જ્યારે પધારેલ મહેમાન તરફથી બાળકીઓને ઈનામ પણ આપવામાં આવ્યું હતું.










