AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

રાજ્યમાંથી એક વર્ષમાં 27 હજાર કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, 2.36 લાખ પુરુષ,1.49 લાખ મહિલા દ્વારા અફીણનું સેવન

ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સના સેવનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વર્ષ 2022માં જ ગુજરાતમાંથી 27837 કિલોગ્રામ કોઈન-અફીણ સહિતનું ડ્રગ્સ ઝડપાયું હોવાનું સામે આવ્યું છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે ગુજરાતમાં ત્રણ વર્ષમાં 3 ગણું વધી ગયું છે. વર્ષ 2020માં ગુજરાતમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) દ્વારા 11725 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું.

વર્ષ 2022માં ગુજરાતમાંથી અફીણ આધારીત સૌથી વધુ 12838 કિગ્રા, ગાંજા આધારીત 14899 કિગ્રા અને 39.1 કિલોગ્રામ કોકેઈન ઝડપાયું હતું. એક વર્ષમાં અફીણ આધારીત સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયું હોય તેમાં રાજસ્થાન 1.46 લાખ કિલોગ્રામ સાથે મોખરે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાંથી ગાંજા આધારીત સૌથી વધુ 10.30 લાખ કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો 1600 કિલોમીટરનો લાંબો દરિયાકિનારો ડ્રગ્સની હેરાફેરી માટેનું એપી સેન્ટર બન્યું છે.

ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્સમાં મોટાભાગન કેસમાં દરિયાઈ માર્ગનો હેરાફેરી માટે ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ સાથે 467 કેસ સામે 734 આરોપી ઝડપાયા છે અને તમેની પાસેથી 27 હજાર 947 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત પર અબજ 55 કરોડ 31 લાખ થાય છે. આ ચોંકાવનરો આંકડો સાબિત કરે છે કે આ ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે જેમાં અમદાવાદમાં સૌથી વધુ અમદાવાદમાં ડ્રગ્સ મળી આવવાના કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં અંદાજે 2.36 લાખ પુરુષ દ્વારા અફીણ- 1.49 લાખ મહિલા દ્વારા અફીણનું સેવન કરવામાં આવતું હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત 7.91 લાખ પુરુષ દ્વારા ઓપિઓડ્સ અને 6.59 લાખ પુરુષ દ્વારા અન્ય નશીલા પદાર્થનું સેવન કરવામાં આવે છે. પુરુષો અને મહિલાઓમાં ડ્રગ્સના સેવન કરવાનો આ આંક હજુ પણ ઊંચે જાય તેવી ચિંતાજનક સ્થિતિ છે.

ડ્રગ્સના સેવન બદલ 3 વર્ષમાં 528ની ધરપકડ કરાઈ

વર્ષ અફીણ આધારીત ગાંજા આધારીત કોકેઈ ન્ય
2022 12838.989 14899.257 39.1 60.11
2021 3519.595 16602.477 34.129 151.876
2020 4595.481 7128.358 1.499
2019 2830.614 12089.747 0.436 0.994
2018 4057.960 8646.134 1.450 0.000

[wptube id="1252022"]
Back to top button