
નેપાળમાં ગુરુવાર અને શુક્રવારની વચ્ચે રાત્રે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બાજુરાના દહાકોટમાં હતું. રિક્ટર સ્કેલ પર પ્રથમ ભૂકંપની તીવ્રતા 4.9 અને બીજા ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. નેપાળના સુરખેત જિલ્લા સિસ્મોલોજીકલ સેન્ટરના અધિકારી રાજેશ શર્માએ એએનઆઈને જણાવ્યું હતું કે પ્રથમ ભૂકંપ 11:58 વાગ્યે (સ્થાનિક સમયાનુસાર) આવ્યો હતો, જ્યારે બીજો 1:30 વાગ્યે નોંધાયો હતો. સ્થાનિક પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાનની કોઈ માહિતી નથી.

[wptube id="1252022"]





