
લીલીયા મોટા ખાતે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ના નવ નિર્મિત ભવનનું લોકાર્પણ ગુજરાત સરકારના વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા ના અધ્યક્ષ સ્થાને રીબીન કાપી કરાયું આ અત્યાધુનિક બિલ્ડીંગ રૂપિયા 12 કરોડના ખર્ચે અને સંપૂર્ણ સુવિધાઓ થી સુસજ્જ એવા બિલ્ડિંગનું લોકાર્પણ કરી વિસ્તાર ના વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવેલ અત્યાધુનિક બિલ્ડીંગ નું લોકાર્પણ કરી બિલ્ડીંગ ની આધુનિક સુવિધાઓ વર્ગખંડો જોઈને આવેલા મહેમાનો આફરીન પોકારી ગયા હતા આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ ભણી ગણી ને આગળ વધે એવી સરકારશ્રીની નેમ ની મહેમાનો દ્વારા પ્રશંસા કરવામાં આવેલ આ તકે કૌશિકભાઇ વેકરીયા સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા,જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયા જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા સાહેબ, કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ,દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવા માં આવેલ ત્યાર બાદ આવેલ મંચસ્થ મહેમાનો નું પુષ્પ ગુચ્છ અને સાલ ઓઢાડી સન્માન કરવા માં આવેલ અને મહેમાનો દ્વારા પ્રસોગો પાત પ્રવચન કરવા માં આવેલ આ કાર્યક્રમ માં ઉપસ્થિત જિલ્લા પંચાયત ના સદસ્યો વિપુલભાઈ દુધાત,ધીરુભાઈ માયાની,શંભુભાઈ મહીડા,ભીખાભાઈ ધોરાજીયા,લીલીયા મામલતદાર બારીયા,TDO તુષાર રાદડીયા,PSI એસ.આર.ગોહિલ,તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી,મહામંત્રી ગૌતમભાઈ વિછીયા,જીગ્નેશ સાવજ, કાનજીભાઈ નાકરાણી,મનુભાઈ ડાવરા, તાલુકા પંચાયત સદસ્યો, સામાજિક આગેવાનો સરપંચો લીલીયા તાલુકાના વિવિધ ગામના અગ્રણીઓ વાલીશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.કેતન કાનપરિયા એ કરેલ
રિપોર્ટર
હનીફ કાતીયાર