
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ડાંગ વન વિભાગ આહવા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા દ્વારા વઘઈ બોટાનિકલ ગાર્ડન ખાતે “બોટની ફેસ્ટ 6th” નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં મુખ્ય અતિથિ તરીકે મનીશ્વર રાજા સી.સી.એફ. વલસાડ વન વર્તુળ, પ્રસાદ રવિ રાધા ક્રિષ્ના ડી.સી.એફ દક્ષિણ ડાંગ વન વિભાગ, ડો.કિશોર એસ.રાજપુત MSU બરોડા, ડો.પદ્મનાભી નાગર- MSU બરોડા, અને ડો.જે.જે.પસ્તાગિયા આચાર્ય એગ્રીકલ્ચર કોલેજ વઘઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સી.સી.એફ મનીશ્વર રાજા દ્રારા ” બોટની ફેસ્ટ- 6th ‘ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.અને ગુજરાતના વિવિધ જીલ્લામાંથી આવેલ વિધાર્થીઓને બોટાનિકલ ગાર્ડનમાં રહેલ વનસ્પતિ, વૃક્ષો અને જાતજાતની ઔષધ,જડી બુટી, આદિવાસી કળા,આદિવાસી ભોજન અને પ્રકૃતિની વચ્ચે રહી કુદરતી વાતાવરણનો અનુભવ કરવા માટે પણ સમજ પૂરી પાડવામાં આવી હતી.તેમજ શહેરમાં વસતા લોકોને જંગલ અને જંગલમાંથી મળતી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓનું મહત્વ સમજાય તે માટેની તમામ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
અહી દક્ષિણ ડાંગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્ના દ્વારા પણ બોટની ફેસ્ટ અંગેનું મહત્વ,પર્યાવરણનું માનવ જીવનમાં મહત્વ તથા વનસ્પતિ છે તો માનવીનું જીવન હકારાત્મક પ્રવૃત્તિઓ તરફ વળે છે તેમ જણાવી વિદ્યાર્થીઓને સુલભ માર્ગદર્શન પુરુ પાડયૂ હતુ.આ બોટની ફેસ્ટમાં વલસાડ વન વર્તુળનાં સી.સી.એફ મનીશ્વર રાજા,દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્ના,બોટનીકલ ગાર્ડનનાં ઇન્ચાર્જ એ.સી.એફ ડી.કે.રબારી સહિત પ્રકૃતિ અભ્યાસુઓ ઉપસ્થિત રહ્યા હતા..





