DAHOD

દાહોદ ના ભાઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેકોટ દવારા ટીબીના કુલ32 દર્દી ને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું

તા.02.03.2023

વાત્સલ્યમ સામાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ ના ભાઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેકોટ દવારા ટીબીના કુલ32 દર્દી ને દતક લઈ ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધિયોગીક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અન્વયે આજ રોજ તા 02/03/2023ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાઠીવાડા ખાતે માન.તાલુકા પંચાયત પ્રમુખ  વિજય પરમાર જીલ્લા સભ્ય સુધીરભાઈ લાલપુરવાળા, જીલ્લા સભ્ય નીરજ મેડા, તાલુકા અધ્યક્ષ મુકેશભાઈ લબાના,ભાઠીવાડા સરપંચ શ્રી રમીલાબેન બેન દ્વારા કુલ 15ટીબીના દર્દીને દત્તક લઈ ન્યુટ્રિશન કીટ આપવામાં આવી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા કુલ 17દર્દીઓ ને દત્તક લઈ ન્યુટ્રિશન કીટ આપવામા આવી આમ કુલ 32 દર્દીઓ ને દતક લઈને ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો.તેઓ દવારા કોમ્યુનિટી માથી વધુ લોકો નીક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને અપનાવે એવું આહવાન કરવામાં આવ્યું

આ કાર્યક્રમમા જીલ્લા ક્ષય અઘિકારી  ડૉ આર. ડી. પહાડીયા,મેડીકલ ઓફીસર ડૉ શ્રુતિ ડામોર , ડો દિવ્યાની નીશરતા, આરોગ્ય કર્મચારીઓ સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આમ માન. પ્રધામંત્રીના ટીબી મુકત ભારત અભિયાન ને સફળ બનાવવા માટે દરેક વ્યકિત જોડાય તેવું આહવાન કર્યુ હતું

[wptube id="1252022"]
Back to top button