
તા.૧૨/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: “આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ”ની ઉજવણી નિમિત્તે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે જન્મ લેનાર બાળકીઓના માતાપિતાને દિકરી વધામણાં કીટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકાર મહિલાલક્ષી યોજનાઓ થકી મહિલાઓના વિકાસ માટે સ્તુત્ય પ્રયાસો કરી રહી છે. જેમાં “બેટી બચાવો બેટી પઢાઓ” યોજના અંતર્ગત રાજકોટની જિલ્લા મહિલા અને બાળવિકાસ વિભાગે વિવિધ પગલાઓ અને જાગૃતિલક્ષી કાર્યક્રમો કર્યા છે. તેમજ આ યોજના અંતર્ગત દિકરીના જન્મને પ્રોત્સાહન આપવા દિકરી વધામણાં કીટ આપીને માતા-પિતાનું સન્માન કરવામાં આવે છે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અવનિબેન દવે, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથજી તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.