શંખેશ્વરના સિપુર ગામે પ્રાથમિક શાળામાં 74 માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી


30 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શંખેશ્વર તાલુકાની સિપુર ગામની પ્રાથમિક શાળા ખાતે ભારતના 74 માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પૂજ્ય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા. ની પ્રેરણાથી ચાલતા માનવતાના અવિરત કાર્ય કરતા “પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ” ના સતત સહકારથી વિકસિત પાટણ જિલ્લાની શંખેશ્વર તાલુકાની સિપુર ગામની સિપુર પ્રા.શાળા ખાતે ગત 26 જાન્યુઆરી 2023 ના રોજ ભારતના 74 માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા રામાયણ,વિવિધતામાં એકતા ગીત,યે તારા વો તારા ગીત,દેશભક્તિ ગીત,પાણી બચાવો નાટક જેવા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.કાર્યક્રમોમાં વિવિધતામાં એકતા ગીત અને પાણી બચાવો નાટક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી બાળકોનું ઉત્સાહ વર્ધન કર્યું હતું. શાળાના મુખ્ય શિક્ષકશ્રી નિકુલભાઈ સિંધવે શાળા વિકાસની રૂપરેખા રજુ કરી હતી.શાળાના ઋષિ સમાન ભૂતપૂર્વ મુખ્ય શિક્ષક શ્રીમાન જાસુભાઈ સાહેબ દ્વારા શુભેચ્છા સંદેશ પણ મોકલવામાં આવ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકો શ્રી બચુભાઇ,અજીતભાઈ તથા હર્ષદભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.બાળકોને તૈયાર કરવાનું કામ શાળાની ઉત્સાહી શિક્ષિકાઓ શ્રી વૈશાલીબેન અને શ્રી પાયલબેન દ્વારા કરવામાં આવ્યું.અત્રે ઉલ્લેખનીય છે કે પૂજ્ય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા. દ્વારા શિક્ષકો અને બાળકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી અને પૂજ્ય મુનિરાજ શ્રી નયશેખર વિજયજી મ.સા ની પ્રેરણાંથી શાળાના તમામ બાળકો અને ગામની ત્રણેય આંગણવાડીના બાળકોને બિસ્કિટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.







