
તા.૨૭ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
બાળ સુરક્ષા અંગેની નેશનલ કન્સલ્ટેશન મીટ આગામી ૩૦મી જૂન શુક્રવારના રોજ જિલ્લા મેજીસ્ટ્રેટ તથા અધિક જિ.મેજિસ્ટ્રેટ માટે યોજાશે. સવારે ૧૧.૩૦ કલાકથી આ મીટનો પ્રારંભ થશે. જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સંયુક્ત સચિવ તથા એન.આઈ.પી.સી.સી.ડી.ના ડાયરેક્ટર સુશ્રી તૃપ્તિ ગુરહા તથા જોઈન્ટ ડાયરેક્ટર શ્રી સંઘમિત્રા બારિક પરિચય સત્ર લેશે.

બાદમાં શ્રી સંઘમિત્રા બારિક “જુવેનાઈલ જસ્ટિસ (બાળકોની કાળજી અને સુરક્ષા) એમેન્ડમેન્ટ એક્ટ-૨૦૨૧” અને જિલ્લા મેજિસ્ટ્રેટ (ડી.એમ.) તથા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ(એ.ડી.એમ.)ની ભૂમિકા અંગે માર્ગદર્શન આપશે. બાદમાં સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના ડાયરેક્ટર ડૉ. જગન્નાથ પતિ “એડોપ્શન રેગ્યુલેશન્સ,૨૦૨૨ (મુખ્ય પાંસા)” અંગે સત્ર લેશે.
“મિશન વાત્સલ્ય સ્કીમ તથા ‘‘પી.એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન્સ સ્કીમ”ના અમલીકરણ અંગે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પ્રોજેક્ટ અમલીકરણ અધિકારી શ્રી જુનૈદ અલ ઈસ્લામ સત્ર લેશે. ત્યાર બાદ પ્રશ્નોત્તરીનું સત્ર યોજાશે.








