સાગબારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનોને માર મારવાની ઘટના ને લઈને ધારાસભ્ય ની કાર્યવાહી કરવા માંગ

સાગબારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનોને માર મારવાની ઘટના ને લઈને ધારાસભ્ય ની કાર્યવાહી કરવા માંગ

તાહિર મેમણ : ડેડીયાપાડા – 08/06/2024 – ડેડીયાપાડા ધારાસભ્ય દ્વારા નર્મદા પોલિસ અધિક્ષક ને પત્ર લખી સાગબારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી યુવાનોને માર મારવાની ઘટનામાંયોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબત.૨) દેવમોગરા યાહામોગી માતાજીના દર્શનાર્થીઓને પોલીસ દ્રારા થતી હેરાનગતિ બઁધ તે માટે પત્ર લખવામાં આવીયો છે.
ડેડીયાપાડા ધારાસભ્ય જણાવ્યુ છે કે સાગબારા તાલુકાના પોલીસ સબઇન્સ્પેકટર સહીતના અધિકારીઓએ સ્થાનિક આદિવાસી સમાજના યુવાનો, ૧) નરેન્દ્રસિંહ ફકીરભાઈવસાવા, ૨) રાજુભાઈ નંદેસિંહ વસાવા ૩) ઇનેશભાઈ બનવારી વસાવાને કોઇપણ ફરિયાદ વિનાપોલીસ સ્ટેશન ની અંદરના રૂમમાં પુરી ને રાત્રી ના સમયે ઢોર માર મારવામાં આવેલ છે. જેઓનેતાત્કાલિક સારવાર માટે નજીકના સામુહિક અયોગ્ય કેન્દ્ર સાગબારા બાદ, જનરલ સિવિલ હોસ્પિટલરાજપીપલા ખાતે ખસેડવામાં આવેલ છે. જ્યાં ત્રણ દિવસ થી સારવાર હેઠળ છે. ઉપરોક્ત બનાવ નીફરિયાદ આપ અને કલેકટર શ્રી ને તારીખ: ૦૬/૦૬/૨૦૨૪ ના રોજ આપેલ હોવા છતા, કોઇપણપ્રકાર ની તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી. ઉલટાનું પોલીસ રોજે-રોજ દર્દીઓને તથા તેમનાપરિવાર ને ખોટી રીતે હેરાન કરી રહી છે. જેથી આદિવાસી સમાજમાં આક્રોશ છે.આજ પ્રમાણે દેવમોગરા ગામે આદિવાસી સમાજની કુળદેવી યાહામોગી માતાજીના દર્શનેઆવનારા દર્શનાર્થીઓને પણ સાગબારા અને દેડીયાપાડા પોલીસતંત્ર દ્વારા ખુબજ હેરાન પરેશાનકરવામાં આવે છે. જેના કારણે છેલ્લા બે વર્ષમાં દર્શનાર્થીઓ ની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળેલ છે.આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતા આવા પોલીસ અધિકારીઓને કારણે આ વિસ્તારમાંપોલીસે વિશ્વસનિયતા ગુમાવી છે. સુરક્ષા સલામતિ પુરી પાડવાના બદલે ભય ઉભો કરવામાં આવી રહ્યો છે. જે આદિવાસી સમાજ ધ્યાન પૂર્વક જોઈ રજોઈ રહ્યો છે. શાંતિપ્રિય અને સંવિધાનમાં માનનારાસમાજને રસ્તાઓ પર ઉતરવા પોલીસ મજબુર કરી રહી હોય એવું લાગી રહ્યું છે. જેથી કરી ઉપરોક્તઘટનાઓની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે









