
મૂકેશ પરમાર નસવાડી
છોટા ઉદેપુર જિલ્લા માં લગ્નસરા ની સીઝન અંત તરફ જઈ રહી છે ત્યારે આદિ અનાદી કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ અખાત્રીજ ના મહિના માં પીઠોરા ના પાનગા ના ઉત્સવો, ઉજવવાનો આરંભ થઈ ગયો છે.
કવાંટ તાલુકાના નવાલજા ગામ ના વતની અને કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ દીપકભાઈ નરજીભાઈ રાઠવા નવાલજા ગામે પોતાના ઘર માં બાબા પીઠોરા લખાવી ધામધૂમ પૂર્વક સાત્વિક રીતે પાંનગા નો ઉત્સવ ઉજવ્યો છે,બામણીયા કુળગોત્ર ના દીપકભાઈ રાઠવા ના પરિવારમાં બાપ દાદા ના વખત થી પરંપરા મુજબ પીઠોરા પૂંજન ચાલતી આવતી હોય, જે પરંપરા ને નિભાવતા આ વર્ષ દરમિયાન તેઓના ઘર માં પીઠોરા લખાવી, ઇન્દ પૂંજા, ફૂલ જાતેર,, કુળદેવી અને ઘરહરી ની પારંપરિક રીતે પૂંજા વિધી કરી સાત્વિક રીતે ધામ ધૂમ પૂર્વક ઇન્દ નો ઉત્સવ ઉજવ્યો હતો
[wptube id="1252022"]