વાત્સલ્યમ સમાચાર- મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગનાં સુબીર તાલુકાના મહાલ ગામમાં ગેરકાયદેસર ગંજી પાના નો પૈસા પર હાર જીતનો જુગાર રમતા 5 ઇસમોની અટકાયત કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાની સુબીર પોલીસે બાતમીના આધારે મહાલ ગામના નીચલું ફળિયા ખાતે રેડ કરી હતી. ત્યારે ગેરકાયદેસર ગંજીપાના નો પૈસા પર હાર જીતનો જુગાર રમતા 5 ઈસમો ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી (1) નિલેશ ચંદુ દેશમુખ,(2)નર્તમ ગંગા ગાયકવાડ,(3)ઉમેશ પોંજુ પવાર(ત્રણેય રહે. માહલા ગામ.તા.સુબીર.જી.ડાંગ),(4)ફિલીપ કાળુ ચૌધરી (રહે.ગામ, કડમાળ (સુબીર),તા.સુબીર જી.ડાંગ),(5)કિરણ ધનજી ધુલુમ (રહે.ગામ.ચૌકયા તા.સુબીર જી.ડાંગ) એમ મળી કુલ 5 ની અટકાયત કરવામાં આવી હતી.અને કુલ રોકડ રૂપિયા 640/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.હાલમાં સુબીર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
[wptube id="1252022"]









