
જુનાગઢના વંથલી તાલુકાના થાણાપીપળી ગામ ના બે યુવાનો દ્વારા ખેતી નાનવતર પ્રયોગ હાથ ધરેલ સહુ પ્રથમ મધમાખી ઉછેર કરી ને સારૂ એવું મઘ ઉત્પાદન કરીને પોતાની બ્રાન્ડ થી માર્કેટમાં મધુવંતી પ્રાકૃતિક ફાર્મની અલગ અલગ ઉત્પાદન કરીને ચિઝો લોકો સુધી પહોંચતી કરી સફળતાની શરૂઆત કરી હવે સૌરાષ્ટ્રમાં મશરૂમ ની ખેતીમાં સફળતા મલી છે. આ એમની કોઠાસૂઝ અને પ્રાકૃતિક ખેતી ઝેર મુક્ત જીવન ના સ્લોગન ના સથવારે ઘણા બધા ખેડુતો અને સ્કુલ કોલેજના વિધાર્થીઓ ને આ વિવિધ ખેતીની નિ:શુલ્ક તાલીમ આપી ને ખેતીના નવતર પ્રયોગ થકી ભણેલ,ગણેલ યુવાવર્ગ ને ખેતી તરફ વાળવા મા મોટી સફળતા હાંસલ કરેલ છે. કોઈ પણ વ્યક્તિ વિશેષ એમના થાણા પીપળી ખાતેના મધુવંતી પ્રાકૃતિક ફાર્મમાં ફ્રી ઓફ નવતર પ્રયોગ ની તાલીમ મેળવી પોતાનો વ્યવસાય ઉભો કરી રોજગાર ની તકો ઉભી કરી ને સ્કીલ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મેકિગ ઈન્ડિયા સૌનો સાથ સૌનો વિકાસ સુત્ર ને સાર્થક કરવામાં કામયાબ થય શકે છે જેમને ઉડવું જ છે તેમને આકાશ પણ ટુંકુ પડે છે એ સુત્રને આ બે યુવાનો એ સાર્થક કરી બતાવેલ છે
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ










