મહાનગરપાલિકામાં ઘુનડા (સ.)તથા વિરપર ગામના ગ્રામજનોએ ભળવાની પાડી ના…!!

મહાનગરપાલિકામાં ઘુનડા (સ.)તથા વિરપર ગામના ગ્રામજનોએ ભળવાની પાડી ના…!!
મોરબી: મોરબીના ધુનડા (સ.) ગામને મહાનગરપાલિકામાં ભેળવવા તથા મવડામાં સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે ગ્રામજનોએ આ નિર્ણય સામે સામૂહિક વિરોધ નોંધાવ્યો
ધુનડા (સ.) ગામની ગ્રામ સભા મળી હતી. જેમાં ગ્રામજનોએ ગામને મહાનગરપાલિકામાં ભેળવવા તથા મવડામાં ભેળવવા અંગે વિરોધ નોંધાવ્યો હતો અને આ નિર્ણય પરત ખેંચવા સર્વાનોમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા કલેકટરને ગ્રામસભાનો ઠરાવ અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ તકે ટંકારા ના વિરપર ગામે 05- 06-2023 સોમવાર ના રોજ યોજાયેલ ગ્રામસભામાં ગ્રામજનોએ ગામને મોરબી મહાનગર પાલિકા(નવનિર્મિત )માં નહિ ભળવા નો નિર્ણય સર્વાનુમતે કરવામાં આવેલ હતૉ આ તકે વિરપર ગામના સરપંચ મહેશભાઈ લિખિયા તથા ગ્રામ પંચાયતના સભ્ય તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા