TANKARA:ટંકારામા સરકારી જગ્યા પચાવી પાડનાર ત્રણ ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ

ટંકારામા સરકારી જગ્યા પચાવી પાડનાર ત્રણ ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ
ટંકારાના નગરનાકા પાસે આવેલ જુની જકાતનાકાની કચેરી સહિતની ત્રણ સરકારી જગ્યામાં ત્રણ શખ્સોએ વેપાર ધંધા ચાલુ કરી દેતા સરકારી કર્મચારી દિલીપભાઈ ચકુભાઈ પાલરીયા દ્વારા ટંકારા પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ દાખલ થયેલ ફરિયાદમાં આરોપી રમજાન કરીમભાઈ માડકીયા દ્વારા નગરનાકા પાસે આવેલ જુના જકાત નાકામા પંચરની દુકાન, આરોપી હાસમભાઈ આદમભાઈ ભૂંગર દ્વારા જકાતનાકાની જગ્યામાં પાકી દુકાન બનાવી લેવા સબબ તેમજ આરોપી આમદભાઈ નુરાભાઈ માડકીયા દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન સામે રોડ ઉપર 400 ચોરસ મીટર જગ્યામાં લોખંડનો ભંગાર રાખી કબજો કરી લેતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરવા સબબ લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.








