૨૪-જાન્યુ.
વાત્સલ્યમ્ સમાચર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ કચ્છ :- સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ રાજય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા તા. ૨૫ થી ૨૭મી જાન્યુઆરી ૨૦૨૪ સુધી ત્રણ દિવસીય કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ તા.૨૫ જાન્યુઆરીના સાંજે ૪.૪૫ કલાકે સ્મૃતિવન ભુજની મુલાકાત લેશે. તા.૨૬ જાન્યુઆરીના રોજ સવારે ૯.૦૦ કલાકે શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ, વિશ્રામ ગૃહની પાસે ચિત્રોડ-રાપર રોડ, મુ.રાપર, ખાતે પ્રજાસતાક દિન ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે. તા.૨૭ના સવારે ૯.૪૫ કલાકે માતાના મઢ ખાતે દર્શન કરશે.
[wptube id="1252022"]