GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના સરકારી વસાહત દિવડા કોલોની ખાતે પુસ્તકાલય શુભારંભ કાર્યક્રમ યોજાયો

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાના સરકારી વસાહત દિવડા કોલોની ખાતે પુસ્તકાલય શુભારંભ કાર્યક્રમ યોજાયો

આપણા જીવનના સારા મિત્રો એ આ પુસ્તકો છે- શિક્ષણ મંત્રી

હરસિધ્ધિ ચેરીટેબલ ટ્રસ્ટ ,ગોધરા સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય શુભારંભ કાર્યક્રમ સરકારી વસાહત દિવડા કોલોની ખાતે આદિજાતિ વિકાસ , પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ કેબિનેટ મંત્રી ડો. કુબેર ભાઈ ડિંડોર અને અન્ન અને નાગરિક પુરવઠા , સામાજિક ન્યાય અને અધિકારી રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ભિખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં યોજાયો

આ પ્રસંગે આદિજાતિ વિકાસ , પ્રાથમિક,માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ કેબિનેટ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે , આપણા જીવનના સારા મિત્રો એ આ પુસ્તકો છે અને પુસ્તકો દ્વારા જીવનમાં સાચો માર્ગ મળી રહે છે . વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે .

વધુમાં કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે , વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે જનરલ નોલેજ ને પણ મહત્વ આપી દેશમાં ચાલતી ગતિવિધિઓની રોજબરોજની જાણકારી રાખવી જરૂરી છે.

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા , સામાજિક ન્યાય અને અધિકારી રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે ,હરસિધ્ધિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ આ પુસ્તકાલય ખૂબ ઉપયોગી નીવડશે અને આજના બાળકો એ આપણા દેશનું ભવિષ્ય છે માટે બાળકોની સાચી કેળવણી ખૂબ જરૂરી છે .

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button