ભરુચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને કેળવણી મંડળ સંચાલિત રાજપીપળા પ્રયોગશાળાના આચાર્યાનો વિદાય સમારંભ યોજાયો

ભરુચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને કેળવણી મંડળ સંચાલિત રાજપીપળા પ્રયોગશાળાના આચાર્યાનો વિદાય સમારંભ યોજાયો
જુનેદ ખત્રી : રાજપીપલા
ભરુચ જિલ્લા આદિવાસી સેવા સંઘ અને કેળવણી મંડળ સંચાલિત પ્રયોગશાળા, સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળાના વયમર્યાદાને કારણે નિવૃત થઈ રહેલા આચાર્યા સુનિતાબેન શાહનો વિદાય સમારંભ યોજાયો

કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, રિટાયાર્ડ સ્ટાફ તેમજ તેમના પરિવારજનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને આગળ વધારતા દીપ પ્રગટન બાદ સુનિતાબેન શાહને સંસ્થા પરિવાર વતી કોલેજના ઈ.આચાર્ય ડો.વિમલ મકવાણા, ભાવનાબેન ભગત, ભાનુબેન વસાવા, મનીષાબેન તેમજ વિધાર્થીઓ દ્વારા સ્મૃતિ ભેટ, શ્રીફળ અને પડો અર્પણ કરેલ. પ્રાસંગિક પ્રવચનમાં પ્રયોગશાળાની વિધાર્થિનીઓએ પોતાના બહેન સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા અને પોતાની કેળવણી માટે તેમનો આભાર માન્યો હતો. ભાનુબેન વસાવાએ તેમની સાથેના અનુભવો યાદ કરી, તેમની શાળા પ્રત્યેની લાગણી શબ્દો દ્વારા વ્યક્ત કરી હતી. તેમને શાળાને અગ્રિમ લઈ જવા માટેના તેમજ વિધાર્થીઓના ઉત્કર્ષ માટેના પ્રયત્નોને બિરદાવ્યા હતા તેમજ ઓછા સંસાધનોમાં પણ શાળાને સમૃદ્ધ બનાવવા બદલ આભાર માંની ભવિષ્યમાં પણ શાળાને મદદરૂપ થશો તેવી આશા વ્યકત કરી હતી. ચંદ્રેશભાઈએ તેમના ઘર-પરિવાર સાથે નોકરી કરતાં સંઘર્ષ સાથે કેવી રીતે આગળ સુંદર ભવિષ્યનું નિર્માણ કર્યું તેનો ચિતાર આપ્યો હતો. સંસ્થા વતી સુનિતાબેનને સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ. પોતાના પ્રતિભાવમાં સુનિતાબેને પોતે પોતાની શક્તિ મુજબ વહીવટી અને શૈક્ષણિક કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવાનો પ્રયત્ન કર્યો છે તેની વાત કરેલ તેમજ વિધાર્થીઓ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.









